‘યે રિશ્તા કિયા…’ની એકટ્રેસે ચુપચાપ સગાઈ કરી લીધી..!!

0
21

મુંબઈ,તા.૨૦
‘યે રિશ્તા કિયા કહલાતા હૈ’ સીરિયલની એકટ્રેસ મોહિના કુમારી સિંહે સગાઈ કરી લીધી છે. આ શોમાં મોહિના કીર્તિનો રોલ નિભાવે છે, મોહિનાની સીક્રેટ સગાઈનો એક ફોટો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ ફોટામાં તે પોતાના મંગેતરની સાથે ઉભી છે. મોહિનાએ પીચ એન્ડ ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો જેમાં તે ખુબસુરત લાગતી હતી. તેના મંગેતરે શેરવાની અને પાઘડી પહેરી હતી.
આપને જણાવી દઈએ કે મોહિના રિયલ લાઈફમાં રીવાની રાજકુમારી છે, આમ છતા તેની રોકા સેરમની સાદગીથી પૂર્ણ થઈ હતી. સમાચાર છે કે તેમના લગ્ન આ વર્ષે ડિસેમ્બરે થશે. આ લગ્ન ખુબજ ધામધુમ પૂર્વક કરવામાં આવશે. રીવાની રાજકુમારીના લગ્ન છે. તેમના પિતા રીવાના રાજા હતા.
મોહિના આજે ટીવીની દુનિયાનો જાણીતો ચહેરો છે. તે સૌથી પહેલા ડાન્સ ઇન્ડીયા ડાન્સ-૩માં નજર આવી હતી. માહિના એક બહેતરીન ડાન્સર અને કોરિયોગ્રાફર છે. મોહિના ‘યે રિશ્તા ક્્યા કહલાતા હૈ’ સીરિયલમાં નાયરાની ભાભી અને કાર્તિકની બહેનનો રોલ નિભાવી રહી છે. તેમની એક્ટીંગને લોકોએ ખૂબજ પસંદ કરી છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY