યશવંત સિંહા આપની ટિકિટ પરથી લોકસભા ચૂંટણી લડશે…!!?

0
9

ન્યુ દિલ્હી,તા.૯
પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંત સિન્હા આગામી લોકસભા ચૂનાવમાં આમ આદમી પાર્ટી (છછઁ)ની ટિકિટ પરથી ચૂંટણી લડી શકે છે. આ બાબતે ટૂંક સમયમાં જ જાહેરાત થઈ શકે છે. આમ આદમી પાર્ટીની ચૂંટણીના અભિયાનની શરૂઆત માટે નોએડામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં બીજેપી નેતા શત્રુધન સિન્હા અને યશવંત સિન્હા પણ સામેલ છે. આ રેલીમાં કેજરીવાલે કહ્યું હતું કે, યશવંત સિન્હા જેવા સારા લોકોને ચૂંટણી લડવી જાઈએ. દિલ્હીમાં સાત લોકસભા સીટો છે. સૂત્રોની માનીએ તો આમ આદમી પાર્ટીની યોજના સિન્હાને નવી દિલ્હી લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવાની છે.
યશવંત સિંહાએ જણાવ્યું કે,આપણાં દેશમાં વોટના માધ્યમથી તે લોકોને દંડિત કરવામાં આવશે જેઓએ જનતા સમક્ષ ખોટું બોલ્યા છે.
યશવંત સિન્હા નોએડમાં આમ આદમી પાર્ટીની જન અધિકારી રેલીમાં સામેલ થયા હતા. આ રેલીમાં કેજરીવાલે સિન્હાને લોકસભા ચૂંટણી લડવા માટે આગ્રહ કરતાં કહ્યું હતું, “તમે કહી ચૂક્્યા છે કે, તમે ચૂંટણી લડશો નહી, પરંતુ જા તમારા જેવા સારા લોકો ચૂંટણી લડશે નહી તો પછી કોણ લડશે?” તે પછી દિલ્હીના મુખ્યમંત્રીએ જનતાને પ્રશ્ન કર્યો કે, તમે જણાવો યશવંત સિન્હાને ચૂંટણી લડવી જાઈએ કે નહી?
સિન્હાએ કેજરીવાલના આ પ્રસ્તાવ વિશે હાલમાં કોઈ જ જવાબ આપ્યો નથી પરંતુ તેમને કેજરીવાલના વખાણ જરૂર કર્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY