રાયપુર,તા.૨૩
છત્તીસગઢના મુખ્યમંત્રી ડા. રમન સિંહે મંગળવારે રાજનાંદગાંવ વિધાનસભા સીટ માટે ઉમેદવારી પત્રક ભર્યું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં. આ પહેલાં રાયપુર પહોંચેલા યોગી આદિત્યનાથસિંહની મુખ્યમંત્રી આવાસમાં રમન સિંહની પુત્રી અસ્મિતા સિંહે આરતી ઉતારીને તેમનું સ્વાગત કર્યું. રમન સિંહે અને તેમની પત્ની વીણા સિંહે યોગીના પગે લાગીને આશીર્વાદ લીધા.
જે બાદ રમન સિંહ અને યોગી રાજનાંદગાંવ પહોંચ્યા જ્યાં જિલ્લાની તમામ છ વિધાનસભા બેઠક માટે ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી પત્રક ભર્યું. ત્યાં રમન સિંહે બીજી વખત યોગીના પગે લાગ્યાં. કોંગ્રેસે રમન સિંહ વિરૂદ્ધ અટલજીના ભત્રીજી કરૂણા શુક્લાને મેદાનમાં ઉતાર્યાં છે.
મંગળવારે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ છે. આ તબક્કે યોગીએ કહ્યું કે છત્તીસગઢમાં ભાજપ પ્રચંડ બહુમત સાથે જીતશે. રાજ્યમાં ભાજપ સરકારે સારું કામ કર્યું છે તેને જાતાં અહીં આગામી સમયે પણલ સરકાર બનવાનું નક્કી જ છે. યોગીએ કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે મને ફરી એક વખત ભગવાન રામના મોસાળ છત્તીસગઢમાં આવવાની તક મળી.
ઉમેદવારીપત્રક ભર્યું તે સમયે રમન સિંહ, તેમના પત્ની, યોગી આદિત્યનાથ, સાંસદ અભિષેક સિંહ, પ્રદેશ અધ્યક્ષ ધરમલાલ કૌશિક સહિત ભાજપના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યાં. રમન સિંહ ત્રીજી વખત રાજનાંદગાંવથી ચૂંટણી લડી રહ્યાં છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



