ન્યુ દિલ્હી,તા.૨૬
કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ પ્રધાન મેનકા ગાંધીએ બળાત્કારનો ભોગ બનતી છોકરીઓ માટે જેમ કડક કાયદો બનાવવામાં આવ્યો છે એ જ રીતે યૌનશોષણનો ભોગ બનતા છોકરાંઓ માટે પણ વળતર આપવાની વાતને સમર્થન આપ્યું છે.
કેન્દ્રીય પ્રધાન મેનકા ગાંધીએ જણાવ્યું હતું કે યૌન શોષણનો ભોગ બનતા પીડિત છોકરાંઓ પર એક અભ્યાસ કરવાની જાહેરાત કરી હતી. મેનકા ગાંધીએ ફિલ્મ નિર્માતા ઈન્સિયા દરીવાલાની છોકરાઓનાં યૌન શોષણ પર ઓનલાઈન પિટિશનના જવાબમાં કેટલીક વાતો કરી છે.
મેનકા ગાંધીએ ચેઈન્જ ડોટ ઓઆરજીના જવાબમાં જણાવ્યું હતું કે બાળ યૌન શોષણની સૌથી વધુ ઉપેક્ષા કરવામાં આવનાર પીડિત બાળકોનો એક વર્ગ છે. બાળપણ યૌન શોષણનો ભોગ બનતાં બાળકો જીવનભર ગુમસુમ રહે છે, કારણ કે તેની પાછળની કેટલીક ભ્રમણાઓ અને શરમ જવાબદાર હોય છે. આ એક ગંભીર સમસ્યા છે અને તેની સાથે કામ લેવાની જરૂર છે.
મેનકા ગાંધીએ વધુમાં જણાવ્યું હતું કે આ પિટિશન બાદ તેમણે રાષ્ટ્રિય બાળ સંરક્ષણ અધિકાર આયોગને પીડિત છોકરાંઓના મુદ્દે વિચારણા કરવા નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ પોક્સો એક્ટમાં ફેરફાર કરતો વટહુકમ જારી કર્યો છે. રાષ્ટપતિએ પણ આ વટહુકમને મંજૂરી આપી દીધી છે. આ વટહુકમ હેઠળ હવે ૧૨ વર્ષથી ઓછી વયની બાળકીઓ પર બળાત્કાર કરનારને ફાંસીની સજા થઈ શકે છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"