તુવેરની પ્રોસેસ નહીં થવાથી રાજ્યને ૧૦૦૦ કરોડનો ફટકો

0
12

મુંબઈ,તા.૨૬
ગયા વર્ષે તુવેરદાળનું વિક્રમજનક ઉત્પાદન થતાં સરકારે ખરીદેલી તુવેર હવે ગોડાઉનમાં સડી રહી છે. એક અધિકારીએ આપેલી માહિતી અનુસાર તે તુવેરમાંથી દાળ બનાવવાની પ્રક્રિયા ખૂબ ધીમી ચાલી રહી છે અને ૯૫ ટકા તુવેરની પ્રક્રિયા બાકી છે. આમ થવાથી તુવેર સડી જવાની પૂરી સંભાવના છે અને તેના લીધે રૂ. ૧૦૦૦ કરોડનું નુકસાન સરકારને જશે, તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી. સરકારે ડિસેમ્બર ૨૦૧૬-૨૦૧૭માં ૬૭.૩૪ લાખ કિવન્ટલ તુવેર ખેડૂતો પાસેથી ખરીદી હતી. જેની કિંમત રૂ. ૩૦૦૦ કરોડ જેટલી થાય છે. આ દાળ પર છ મહિનાથી એક વર્ષના સમય સુધીમાં પ્રક્રિયા થવી જાઈએ, પરંતુ તે થઈ નથી આથી દાળનો મોટો જથ્થો બગડી જવાની પૂરી સંભાવના છે, તેમ અધિકારીએ જણાવ્યું હતું. વિધાનસભાના સત્રમાં જાહેર કરવામાં આવેલા કેગના અહેવાલમાં સરકારની ટીકા કરવામાં આવી છે.
તુવેરની ખરીદીમાં પણ પારદર્શકતાનો અભાવ જાવા મળ્યો હોય તેવું અવલોકન પણ કેગે કર્યું હતું. મહારાષ્ટ સ્ટેટ એગ્રીકલ્ચર માર્કેટિંગ બાર્ડ દ્વારા તુવેરની ખરીદી માટે રૂ. ૧૫૦૦ કરોડની લાન પણ લેવામાં આવી હતી, પરંતુ હવે તેને કઈ રીતે ભરપાઈ કરવી તે મામલે સરકાર તરફથી કોઈ ઉકેલ આપવામાં આવ્યો નથી. જ્યારે ખરીદવામાં આવી હતી ત્યારે ક્વિન્ટલનો ભાવ રૂ. ૫૦૫૦ હતો, પરંતુ હવે તે રૂ. ૩,૨૦૦ થઈ ગયો છે. આથી સરકાર જા તુવેર વેચે તો પણ તેમને નુકસાન જાય તેમ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY