સેનબ્રુનો(અમેરિકા),તા.૪
અમેરિકાના યુટ્યુબના હેડક્વાર્ટરમાં ઘૂસીને એક મહિલાએ પોતાના બોયફ્રેન્ડને ગોળી મારતા ઘાયલ થયો છે. ત્યારબાદ મહિલાએ પોતાના પર ગોળી ચલાવી મોતને વ્હાલું કરી દીધું છે. આ વારદાતમાં બીજા ત્રણ લોકો ઘાયલ થયા છે તેવી માહિતી સામે આવી છે. રિપોર્ટના મતે ગોળીબાર કરનાર મહિલા સ્કાર્ફ અને ચશ્મા પહેરીને આવી હતી. તેની પાસ બંદૂક હતી. એક વેબસાઇટના મતે મહિલાની ઓળખ ૩૮ વર્ષની નસીમા અઘદમ તરીકે થઇ છે.
અંગ્રેજી વેબસાઇટ ડેલીમેલે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો છે કે છોકરી એનિમલ રાઇટ એÂક્ટવિસ્ટ હતી અને યુટ્યુબ પર એÂક્ટવ હતી. તે કંપનીની નવી પાલિસીનો વિરોધ કરનારી હતી. તે યુટ્યુબ પર વીડિયો સેન્સરથી નારાજ હતી. કારણ કે તેના લીધે તેની કમાણી થોભી ગઇ હતી. વેબસાઇટે મહિલાની ઓળખ ૩૮ વર્ષની નસીમા અઘદમ તરીકે કરી છે.
તેના બોયફ્રેન્ડની ઉંમર ૩૬ વર્ષની દર્શાવી છે. મહિલાએ બોયફ્રેન્ડ પર ગોળી ચલાવ્યા બાદ બીજી ૨ મહિલા કર્માચારીઓ પર ગોળી ચલાવી. સૈન બ્રુનો પોલીસ ચીફ એચ બારબેરિનીએ કહ્યુ કે યુટ્યુબ હેડક્વાર્ટરમાં ગોળીબાર કરનાર મહિલા બંદૂકધારી બિલ્ડંગની અંદર મૃત જણાઇ. તેણે કહ્યુ કે મહિલા બંદૂકધારીએ ફાયરિંગ બાદ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી.
આ ઘટના બનતા યુટ્યુબ હેડક્વાર્ટરમાં ભાગદોડ મચી ગઇ. ગભરાયેલા લોકોને સુરક્ષાબળોએ તરત જ બિલ્ડંગમાંથી બહાર કાઢી દીધા. શુટિંગની માહિતી મળતા જ ઘટનાસ્થળ પર એમ્બ્યુલન્સ પહોંચી ગઇ હતી અને પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવાનું કÌšં હતું. ત્યારબાદ યુટ્યુબ ઓફિસને પણ બંધ કરી દેવાઇ અને લોકોને બહાર કાઢવામાં આવ્યા.
ગૂગલના સીઇઓ સુંદર પિચાઇએ યુ-ટ્યૂબ હેડક્વાર્ટરમાં ગૂગલના ભારતવંશી સીઇઓ પિચાઇએ કÌšં કે યુ-ટ્યુબ હેડક્વાર્ટરમાં ગોળીબારીની દુઃખદ ઘટનાને શબ્દોમાં કહી શકાય તેમ નથી. યુ-ટ્યુબના સીઇઓ સુસાસ વોજિકી અને હું આ મુશ્કેલીના સમયમાં કર્મચારીઓ અને યુ-ટ્યુબ કોમ્યુનિટીને સપોર્ટ કરવા પર ફોકસ કરી રહ્યાં છીએ.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું છે અને કÌšં કે ગોળીબારની ઘટના વિશે એમને જાણકારી આપવામાં આવી છે. ઘટના સાથે સંકળાયેલા દરેક જણ માટે અમે પ્રાર્થના કરી રહ્યા છીએ. ઘટનાસ્થળે ત્વરિત પહોંચી જવા બદલ પોલીસ અધિકારીઓનો આભાર.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"