યુગાન્ડામાં ભારે વરસાદ અને પૂરના કારણે ૩૧ લોકોનાં મોત

0
16

કંપાલા,તા.૧૨
ઇસ્ટ યુગાન્ડામાં રાત્રે આવેલા ભારે વરસાદના કારણે પૂર અને જમીન ધસી પડતાં ૩૧ લોકોનાં મોત થયા છે. ડિઝાસ્ટર પ્રેપરેડનેસ માર્ટિન ઓવોરના જણાવ્યા અનુસાર, પૂરનાં કારણે ૩૧ લોકોનાં મોત થયા છે. ગુરૂવારે આવેલા ભારે વરસાદના કારણે બુડુદા ડિસ્ટ્રીકમાં બુકાલાસી ટાઉનની નદીમાં વોટર લેવલ વધી જતાં પૂર આવ્યું હતું. પૂર અને ભારે વરસાદના કારણે ચારથી પાંચ ગામડાંઓની પ્રાથમિક શાળાની બિલ્ડિંગો પણ પડી ગઇ હોવાનો અંદાજ છે. યુગાન્ડા રેડ ક્રોસ સ્પોક્સપર્સને વોટ્‌સએપ પર જમીન ધસી પડવાના અને પૂરની તસવીરો શૅર કરી હતી. હાલ કેટલાંક મૃતદેહોને કેળના પાંદડાથી ઢાંકીને રાખવામાં આવ્યા છે.
પ્રેસિડન્ટ યોવેરી મુસવેનીએ ટ્‌વીટ કરી હતી કે, બુડુદા જિલ્લામાં પૂરના કારણે થયેલી જાનહાનિના સમાચાર મળ્યા છે. મૃતકોના પરિવાર માટે હું સહાનુભૂતિ દાખવું છું. ગવર્મેન્ટ પ્રભાવિત વિસ્તારો સુધી પુરતી મદદ અને રેસ્કીયું ટીમ મોકલાવી દીધી છે.
બુડુદા ડિસ્ટ્રીક માઉન્ટ એલ્ગનની તળેટીમાં આવેલું છે. જે યુગાન્ડા અને કેન્યાની બોર્ડરની વચ્ચે છે. આ પૂર અને જમીન ધસી પડવાના હાઇ રિસ્ક એરિયામાં છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY