પરપ્રાંતિય યુવકને છરીના ઘા ઝીંકી હત્યા કરનાર બે આરોપી ઝડપાયા

0
16

રાજકોટ,તા.૧૯
રાજકોટ જિલ્લાના લોધીકા તાલુકાના મેટોડા પાસે બુધવારે રાત્રે ખાંટ યુવાનની છરીના ૧૧ ઘા ઝીંકી અને બે કલાક બાદ ગોંડલ રોડ ઉપર કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા પરપ્રાંતીય મુસ્લિમ યુવાનને છરીના ૮ ઘા ઝીંકી હત્યા નિપજાવવાના ગુનામાં લોધીકા પોલીસ અને રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે બેવડી હત્યામાં સંડોવાયેલા બન્ને આરોપીને ઝડપી પીડ્યા છે. જેમાં મૃતકોને એક આરોપીની પ્રેમિકા અને બીજાની સાસુ સાથે અનૈતિક સંબંધ હોવાથી બન્નેએ સાથે મળી બે કલાકમાં જ બેવડી હત્યા કરી હતી.
રાતૈયા ગામના સંજય વાગડિયા નામના યુવાનને આરોપી કિશન વાજાની પ્રેમિકા સાથે અનૈતિક સંબંધ હતો આથી કિશને સંજયને અનેકવાર સમજાવ્યો પરંતુ માન્યો ન હતો. આથી કિશને મિત્ર સાગર બગથરીયાની મદથી સંજયને ૧૧ છરીના ઘા મારી પતાવી દીધો હતો. આ હત્યા કર્યા બાદ બે કલાક પછી કોઠારીયા સોલ્વન્ટના મેહશરઅલી પીંજારા નામના યુવાનને સાગરની સાસુ સાથે અનૈતિક સંબંધ હોય બન્નેએ મેહશરઅલીને છરીના ૮ ઘા મારી હત્યા કરી હતી. બેવડી હત્યા કર્યા બાદ બન્ને આરોપી ફરાર હતા પરંતુ પોલીસે ગણતરીની કલાકોમાં બન્નેને ઝડપી પાડ્યા હતા. રાજકોટ શહેર અને જિલ્લામાં બે કલાકના સમયગાળા દરમિયાન બબ્બે હત્યાઓને અંજામ આપવામાં આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY