સબજેલમાં કાચાકામનો કેદી પોલીસને ચકમો આપી હોસ્પિટલમાંથી ફરાર

0
8
ઝાલોદ,તા.૧૧
ઝાલોદ સબજેલનો કાચા કામનો કેદી શુક્રવારે વહેલી સવારે પોલીસ જાપતામાંથી ફરાર થઇ ગયો હતો. નાગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોજી ત્રણ મહિનાથી ઝાલોદ સબજેલમાં સજા ભોગવી રહ્યો હતો. સવારે આરોપીને સારવાર માટે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ જવાતો હતો ત્યારે પોલીસને ચકમો આપીને ફરાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી ૧૧ કેદીઓ ફરાર થયા હતા. આમ પોલીસ સુરક્ષા સામે અનેક સવારો ઊભા થાય છે.
મળતી માહિતી પ્રમાણે ઝાદોલ સબજેલમાં છેલ્લા ત્રણ મહિનાથી નગા ઉર્ફે નાગેશ નિનામા નામનો આરોપી સજા ભોગવી રહયો હતો. તેને સવારે સારવાર અર્થે ઝાલોદ સિવિલ હોસ્પિટલ લઇ ગયા હતા. જાકે, નાગેશ પોલીસને ચકમો આપીને ફરાર થઇ ગયો હતો. કાચા કામનો આ કેદી છલ્લા ત્રણ મહિનાથી ઝાલોદ જેલામાં સજા ભોગવી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પૂર્વે પણ ઝાલોદ સબજેલમાંથી ૧૧ કેદીઓ ફરાર થયા હતા. આમ છાસવારે પોલીસ જાપ્તામાંથી કેદીઓ ફરાર થવાની ઘટનાથી પોલીસ સુરક્ષા ઉપર સવાલો ઊભા કર્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY