ઝારખંડમાં ભાજપ સાંસદના પગ ધોઈ કાર્યકર્તાઓએ પાણી પીતા વિવાદ

0
10

રાંચી,તા.૧૭
ઝારખંડના ગોડ્ડા ભાજપ લોકસભા સાંસદ ડા. નિશિકાંત દુબે હાલ ચર્ચામાં છે. દુબે રવિવારે કનભારા પુલના શિલાન્યાસ અવસર પર આયોજીત એક કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ત્યાં એક કાર્યકર્તાએ તેમના પગ ધોઇને તેનું પાણી પીધું હતું. ડા. દુબેએ પણ આનો વિરોધ કરવાને બદલે આ કાર્યની પ્રશંસા કરતા ફેસબુક પર ફોટો શેર કર્યો હતો. ત્યારથી જ તેમની સોશ્યિલ મીડિયા પર આલોચના થઇ રહી છે.
કનભારા પુલના શિલાન્યાલ કાર્યક્રમ દરમિયાન એક ભાજપા કાર્યકર્તાએ જાહેરમાં ડા.નિશિકાંત દુબેના પગ ધોઇને પાણી પીધું હતું. ડા. દુબેએ ફેસબુક પર બપોરે ૪.૩૯ વાગ્યે પોસ્ટ કરીને લખ્યું હતું કે, આજે પોતાની જાતને અત્યંત નિમ્ન અનુભવી રહ્યો છું. આ અવસર મારા માતા-પિતા બાદ મને પણ મળે અને હું પણ કાર્યકર્તાનું ચરણામૃત પી શકું.
આ પોસ્ટમાં તેમણે સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે વાત કરતા લખ્યું કે, જે લોકો પોતાનાં હોય તેમની વચ્ચે મહાનતા બતાવવાની ન હોય. કાર્યકર્તા જા તેમની ખુશીથી પગ ધોઈ રહ્યા હોય તો એમાં આશ્ચર્ય પમાડનારી વાત શું છે? બધા જ કાર્યક્રમમાં આદિવાસી મહિલાઓ શું આ નથી કરતી? આને રાજકીય રંગ કેમ આપાઇ રહ્યું છે. અતિથિના પગ ધોવામાં ખોટું શું છે? તમારા પૂર્વજાને પૂછો કે, મહાભારતમાં કૃષ્ણજીના પગ ધોયા નહતા ? લાંચન છે એવા નિચ વિચાર પર.
ડૉ. દુબેની આ ટિપ્પણી બાદ લોકોએ સોશ્યિલ મીડિયા પર ફરી તેમની આલોચના કરી હતી. જાકે ભાજપના વરિષ્ઠ નેતાઓએ આ અંગે કોઇ પ્રતિક્રિયા આપી નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY