ફિલ્મ ઝીરોનું નવુ ગીત હુસ્ન પરચમ રિલિઝ

0
10

મુંબઈ,તા.૧૨
શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા અને કેટરીના કેફની આવનારી ફિલ્મ ઝીરોનું ગીત હુસ્ન પરચમ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં કેટરીના કેફ અલગ અંદાજમાં ડાન્સ કરતી જાવા મળી રહી છે. કેટરીના આ ફિલ્મમાં પોપ સ્ટાર બબીતા કુમારીની ભૂમિકામાં છે, જેની પાછળ બઉઆ દીવાના છે. પોતાના પ્રથમ બે ગીત બાદ આ ફિલ્મનું ત્રીજુ ધમાકેદાર ગીત છ. હુસ્ન પરચમ ટાઇટલનના આ ગીતમાં કેટરીના ખૂબ હોટ અને સ્ટાઇલિશ લુકમાં જાવા મળી રહી છે.
આ ફિલ્મનો વધુ એક ડાન્સિંગ નંબર છે, જેમાં કેટરીના કેફ ખૂબ ખૂબસૂરત અંદાજમાં દેખાઈ રહી છે. આમ તો કેટરીના કેફ પહેલા પણ ઘણીવાર ડાન્સિંગ નંબર્સમાં જાવા મળી ચુકી છે, પરંતુ આ ગીતમાં તે થોડી અલગ જાવા મળે છે.
આ ફિલ્મમાં શાહરૂખ ખાન બઉઆના કિરદારમાં જાવા મળશે. તો અનુષ્કા શર્મા પણ આ ફિલ્મમાં એક ચેલેન્જિંગ પાત્રની ભૂમિકામાં જાવા મળી રહી છે. કેટરીના આ ફિલ્મમાં સુપરસ્ટારની ભૂમિકામાં જાવા મળશે. આ ફિલ્મ ૨૧ ડિસેમ્બરે રિલીઝ થઈ રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY