મુંબઈ,તા.૬
બોલિવૂડના બેતાજ બાદશાહ ગણાતા અભિનેતા ફિલ્મ સર્જક શાહરુખ ખાને પોતાની લેટેસ્ટ ફિલ્મ ઝીરો માટે એક કન્ટીન્જન્સી પ્લાન પણ તૈયાર રાખ્યો હોવાની જાણકારી મળી હતી.
આ ફિલ્મ આનંદ એલ રાય બનાવી રહ્યા છે અને એમાં લેટેસ્ટ ટેક્નોલોજીની મદદથી શાહરુખ ખાનને વહેંતિયો દેખાડવાના છે. સમર્થનવિહોણા એક અહેવાલ મુજબ આ ફિલ્મમાં શાહરુખે ડબલ રોલ કર્યો છે. આ ફિલ્મમાં ટોચની એક કરતાં વધુ અભિનેત્રીઓ ચમકી છે જેમાં સદ્ગત શ્રીદેવી ઉપરાંત કેટરિના કૈફ અને અનુષ્કા શર્માનો સમાવેશ થાય છે. આ ફિલ્મ પર શાહરુખ ખાનનો બહુ મોટો મદાર છે કારણ કે એની છેલ્લી બે ત્રણ ફિલ્મો બોક્સ આૅફિસ પર ધાર્યો બિઝનેસ કરી શકી નહોતી. આવી ફિલ્મોમાં ફેન, જબ હેરી મેટ સેજલ વગેરેનો સમાવેશ થયો હતો.
આ વખતે કશુંક અણધાર્યું બની જાય તો પહોંચી વળવા શાહરુખે આગોતરો કન્ટીન્જન્સી પ્લાન તૈયાર રાખ્યો હોવાની માહિતી મળી હતી. શાહરુખની નિકટનાં સૂત્રોએ જણાવ્યા મુજબ ફિલ્મના સેટેલાઇટ રાઇટ્સ બહુ ઊંચી કિમતે વેચાઇ ચૂક્્યા છે. પ્લસ શાહરુખને નેટફ્લીક્સ સાથે સારા સંબંધો હોવાથી જરૃર પડયે શાહરુખને નેટફ્લીક્સની મદદ પણ મળી રહેશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




