મુંબઈ,તા.૬
તેજ શરૂઆત બાદ માર્કેટમાં ઘટાડો થયો હતો તો છેલ્લા એક કલાકમાં સારી રિકવરી જોવા મળી હતી. ભારે ચઢાવ-ઉતાર બાદ સેન્સેક્સ ૨૨૪ પોઈન્ટ પર બંધ થયો હતો. તો નિફ્ટીએ ૫૦થી વધુ પોઇન્ટનો ઉછાળો કર્યો હતો. ચાલુ કારોબારે આજે નિફ્ટી ૧૧,૪૩૬ પર પહોંચી હતી.તો સેન્સેક્સમાં ૩૭,૯૧૨.૫ પર પહોંચ્યુ હતો. રિકવરી આવતા નિચલા સ્તર પર નિફ્ટીમાં ૧૦૦ પોઈન્ટ તો સેન્સેક્સમાં ૩૩૦ પોઈન્ટનો સુધારો થયો હતો. અંતમાં સેન્સેક્સ ૨૨૪.૫ પોઇન્ટ એટલેકે ૦.૬ના વધારા સાથે ૩૮,૨૪૩ સ્તરે બંધ થયો હતો. તો નિફ્ટી ૬૦ પોઈન્ટ એટલેકે ૦.૫ ટકા વધારા સાથે ૧૧,૫૩૭ના સ્તરે બંધ થયો હતો.
મિડકેપ-સ્મોલકેપ ઈન્ડેક્સમાં રિકવરી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઈન્ડેક્સ ૦.૩ ટકાના વધારા સાથે ૧૬,૩૧૭ના સ્તરે બંધ થયો. બીએસઈનો સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૫ ટકા ઉછળીને ૧૬,૮૦૪ના સ્તરે બંધ થયો હતો.
આજના વેપારમાં ફાર્મા, રિયલ્ટી, બેન્કીંગ અને પાવર અને ઓયલ એન્ડ ગેસના શેરોમાં વધારો થયો હતો. બેન્ક નિફ્ટી ૦.૩ ટકા તેજી સાથે ૨૭,૪૬૮.૭ સ્તરે બંધ થઈ હતી. જો કે મીડિયા, પીએસયૂ બેન્ક અને એફએણસીજી શેરોમાં વેચાણ જાવા મળ્યુ હતુ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



