કરોડો રૂપિયાના ખર્ચે ચાલી રહેલા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામમાં ભ્રષ્ટાચાર..!!

0
6

ભુજ,તા.૨૪
ભુજ નગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ કરવામાં આવી રહ્યું છે. કરોડો રૂપિયાની આ યોજનામાં મોટા પાયે ગેરરીતી આચરવામાં આવી હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે. ભુજના અનેક વિસ્તારમાં સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામ ચાલી રહ્યું છે. કેનાલ કામમાં સિમેન્ટના ઉપયોગના બદલે માત્ર રેતી નાખી કામ કરવામાં આવી રહ્યું છે. ભુજ નગરપાલિકાને નબળી ગુણવતાની કામગીરી દેખાતી નથી. કારણે ભુજ નગરપાલિકા અધિકારી તેમજ પદાધિકારીઓની કોન્ટ્રકટર સાથે મિલીભગત હોય તેમ લાગી રહ્યું છે. ભુજનાં એક જાગૃત નાગરિક દ્વારા આ હલકી ગુણવતાની પોલ ખોલવામાં આવી છે. ભુજના નાગરિક દ્વારા કેનાલ કામગીરીમાં સિમેન્ટને બદલે રેતી નાખવામાં આવી હોવાનું મોબાઈલ વિડીયો કલીપ બનાવી સોશ્યલ મીડિયામાં વાઈરલ કરવામાં આવી હતી.
ભુજ શહેરમાં ચાલતા સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કામમાં આચરવામાં આવેલ ભ્રષ્ટાચાર અંગે યોગ્ય તપાસ અને જવાબદાર કોન્ટ્રકટર સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. કરોડો રૂપિયાની યોજનામાં ખાયકી કરનાર કોન્ટ્રકટર તેમજ જવાબદાર અધિકારી તેમજ પદાધિકારીઓ સામે ક્યારે અને કેવી કાર્યવાહી થશે એ હવે જાવું રહ્યું?
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY