પીએમ મોદીના બાળપણ પર બની શોર્ટ ફિલ્મ

0
4

મુંબઈ,તા.૨૪
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા રહેલા ડાયરેક્ટર મંગેશ હદાવલેએ એક શોર્ટ ફિલ્મ બનાવી છે જેનું નામ છે ”ચલો જીતે હૈ”. મુવીની ખાસ વાત એ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી પ્રેરિત છે. આમાં પીએમ મોદીના બાળપણને બતાવવામાં આવ્યુ છે. આજે સાંજે ૭ વાગે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રેસિડેન્ટ રામનાથ કોવિંદ માટે આ શોર્ટ ફિલ્મનું સ્પેશ્યલ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યુ છે.
ફિલ્મમેકર હદાવલનું કહેવું છે કે, ”મે મોદીજીની નીતિઓને પ્રમાટ કરવા માટે ફિલ્મ નથી બનાવી. આ તેમના શરૂઆતી જીવનની કહાની છે. મારું બાળકો સાથે સ્પેશ્યલ બોંડિંગ છે એટલા માટે આવી કહાનીઓ મને આકર્ષિત કરતી રહે છે.”
મૂવીમાં ચાઇલ્ડ આર્ટિસ્ટ ધૈર્ય દરજી કામ કરી રહ્યો છે. મુવી આઝાદી બાદના સમયને દર્શાવે છે. જ્યાં એક પછી એક ઘટનાઓ એક બાળકને દેશ માટે કંઇક કરવા માટે પ્રેરિત કરે છે.” હદાવલેને આ ફિલ્મને બનાવવાનો વિચાર પીએમ મોદીના પુસ્તક ”સામાજિક સમરસતા” વાંચ્યા બાદ આવ્યો.
એક ઇન્ટરવ્યૂં તે કહે છે કે, ”મોદીજીનું પુસ્તક એક પ્લેની સાથે શરૂ થાય છે જેનું નામ છે પીલો ફૂલ. જેમાં તે ભાગ લીધા કરતાં હતા જ્યારે તે ૧૦ વર્ષના હતા. આ સ્ટારી એક દલિત મહિલા વિશેની છે જે મંદિરમાં પીળા ફૂલ મળવા માટે આતુર હોય છે. જેથી તેના દીકરાની જિંદગી બચી જાય. આ બાળક સ્વામી વિવેકાનંદની લાઇન ”વહી જીતે હૈ, તો દુસરો કે લિયે જીતે હૈ”થી પ્રેરિત છે.”(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY