અલવર મોબ લિંચિંગઃ મૃતકનો પીએમ રિપોર્ટ જાહેર થયો

0
5

અલવર,તા.૨૪
રાજસ્થાનનાં અલવરમાં મોબ લિચિંગમાં મૃત્યું પામેલ રકબર ખાન ઉર્ફે અકબર ખાનની પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવી ગયો છે. પીએમ રીપોર્ટમાં શરીરનાં અંદરના ભાગમાં ઇજા અને ત્યારબાદ આઘાતને મૃત્યુંનું કારણ જણાવવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે પીએમ રીપોર્ટ મુજબ રકબરની પાંસળીયો તૂટી ગઈ હતી અને ફેંફસાઓમાં પાણી ભરાઈ ગયું હતું
ઉલ્લેખનીય છે કે રકબર ખાનની મૃત્યું બાબતે પોલીસની કાર્યવાહી સામે પણ પ્રશ્નો ઉભા થયા હતા. અને બીજી બાજું ધારાસભ્ય ઉપર પણ દોષિતોને સહયોગ આપવાનો આરોપ લાગી રહ્યો છે. રકબરના મિત્ર અસલમે પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે હુમલાખોરો રકબરને મારતી વખતે કહી રહ્યા હતા કે ધારાસભ્ય અમારી સાથે છે. કોઈ વ્યકિત અમારું કંઈજ બગાડી શકશે નહી.
બીજી બાજુ રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણીમાં મોબ લિચિંગ એક મહત્વનો મુદ્દો બની રહ્યો છે. રાજસ્થાન કોંગ્રેસ અધ્યક્ષ સચિન પાયલટે જણાવ્યું કે ભીડ દ્વરા થયેલ આ હત્યામાં સૌથી ભયાનક વાત એ છે કે પોલીસ આ મુદ્દે લાપરવાહી દર્શાવી રહી છે. સરકાર સમાજના ધ્રુવીકરણ કરવાનાં ઈરાદાથી ગૌ-રક્ષકોનાં સમૂહને અને ભીડ દ્વરા થતી હત્યાઓને પરવાનગી આપી રહી છે
અત્યારે આ મુદ્દે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિ રકબરની હત્યાનું કારણ, મોબ લિંચિંગ અને સાક્ષીઓનાં નિવેદનની તપાસ કરી રહી છે
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY