ભાજપ સરકારી પૈસા ચોરીને આરએસએસને દાન કરે છેઃ રાહુલ ગાંધી

0
6

ન્યુ દિલ્હી,તા.૨૪
આરએસએસ દ્વારા બદનક્ષીના એક કેસમાં રાહુલ ગાંધી ફસાતા માંડ માંડ બચી ગયા. કોંગ્રેસ કારોબારીની બેઠકમાં રાહુલ ગાંધીએ એવું જણાવ્યું હતું કે ભાજપ સરકારી તિજારીમાંથી પૈસા ચોરીને આરએસએસને આપે છે, પરંતુ કોંગ્રેસે તત્કાળ આ નિવેદનની ગંભીરતાને ધ્યાનમાં લઈને તેનો વીડિયો સોશિયલ મીડિયા પરથી હટાવી દીધો હતો.
કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠકને સંબોધતાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપની સરકાર સરકારી ખજાનામાંથી પૈસા ચોરીને આરએસએસની સેંકડો સંસ્થાને આપી રહી છે. રાહુલ ગાંધીના આ ભાષણને કોંગ્રેસના ટિ્વટર અને યુટ્યૂબ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યું હતું, પરંતુ થોડી જ મિનિટમાં તેનો વીડિયો ડિલીટ કરવામાં આવ્યો હતો.
રાહુલનું આ નિવેદન ચોક્કસપણે ભાજપ અને આરએસએસ માટે ઉશ્કેરણીજનક હતું અને તેનાથી તેઓ વધુ એક બદનક્ષીના કેસમાં ફસાઈ જાત. રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે ભાજપ જ્યારે પણ સત્તા પર આવે છે ત્યારે તમામ રાજ્યમાં આરએસએસ સાથે સંકળાયેલી સંસ્થાઓ ફૂલેફાલે છે.
પોતાના ભાષણમાં રાહુલ ગાંધીએ આરએસએસ અને ભાજપની ઉગ્ર ટીકા તો કરી જ હતી, પરંતુ સાથે-સાથે કોંગ્રેસના નેતાઓને એવું પણ જણાવ્યું હતું કે આ બંને સંસ્થાઓ પાસેથી કોંગ્રેસના કાર્યકરોએ શીખ લેવી જાઈએ.
રાહુલ ગાંધીએ ભાજપ શાસિત મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યનો ઉલ્લેખ કરતાં એવો આક્ષેપ કર્યો હતો કે અહીંની રાજ્ય સરકાર સરકારી ખજાનામાંથી નાણાં ચોરીને શિશુમંદિર-શાળાઓ સહિત આરએસએસની તમામ સંસ્થાઓને દાન કરી રહી છે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY