ન્યુ દિલ્હી,તા.૨૪
ભારત અને ઈરાનનાં સંબંધોમાં અમેરિકા ખટાસ લાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે અને તે અન્ય દેશોને પણ ઈરાન સાથે સંબંધો સમાપ્ત કરવાની અપીલ કરી રહ્યું છે. તો હવે ઈરાને ભારતને તેલનો પુરવઠો પુરો પાડવાનાં મામલે સાઉદી અરબને પછાડીને બીજુ સ્થાન મેળવી લીધું છે.
ઉલ્લેખનીય છે કે આવુ ત્યારે થયું છે જ્યારે અમેરિકા ઈરાનથી તેલ આયાત અટકાવી દેવા ભારત પર સતત દબાણ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ૭ વર્ષ પહેલા ઈરાન ભારતને તેલનો પુરવઠો પુરો પાડવાનાં મામલે બીજા સ્થાને હતુ. જા કે અમેરિકા તરફથી પ્રતિબંધ વધારવાનાં કારણે તેલની માંગમાં ઘટાડો આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ સરકાર દ્વારા એકવાર ફરી પ્રતિબંધ વધારી દેવાનાં કારણે ઈરાન તેલની આયાત કરવા પર ઘણી આૅફર્સ આપી રહ્યું છે. ભારતે આનો ફાયદો ઉઠાવતા આ પગલું ઉઠાવ્યું છે. આ વાતની જાણકારી ખુદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપી છે. ભારતે આ દરમિયાન ઈરાન પાસેથી ૫૬.૭૦ લાખ ટન તેલની આયાત કરી છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





