ભારત ટૂંક સમયમાં રવાન્ડામાં એમ્બેસી ખોલશે ઃ પીએમ મોદી

0
7

કિગલી,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે ત્રણ આફ્રિકન દેશોના ૫ દિવસના પ્રવાસમાં સોમવારે સાંજે રવાન્ડા પહોંચ્યા. રાજધાની કિગાલીમાં રવાન્ડા પ્રેસિડન્ટ પાલ કાગમેએ પીએમ મોદીનું સ્વાગત કર્યુ. આ દરમિયાન પીએમએ કાગમે સાથે અનેક મુદ્દે ચર્ચા કરી હતી. બંને નેતાઓની વચ્ચે ખાસ કરીને વેપાર અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા થઇ. વડાપ્રધાને રવાન્ડાના પ્રેસિડન્ટને ૨૦ કરોડ ડોલર દેવું આપવાની રજૂઆત કરી.
ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતે નિકળેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે સાંજે રવાન્ડા પહોંચ્યા હતા. કિગાલી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વડાપ્રધાનના વિમાન ઉતરતા જ રવાન્ડાના પ્રેસિડન્ટ પાલ કાગમેએ તેઓનું સ્વાગત કર્યુ.
આ પ્રથમ અવસર છે કે, જ્યારે ભારતના કોઇ વડાપ્રધાન રવાન્ડાની મુલાકાતે છે. મોદી આ પૂર્વ આફ્રિકન દેશોની યાત્રા કરનાર પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું , મારું સૌભાગ્ય છે કે મારાં મિત્ર પ્રેસિડન્ટ કાગમેનું આમંત્રણ રવાન્ડા આવવાનું મને સૌભાગ્ય મળ્યું છે.
મોડી સાંજે બંને દેશોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી. મીડિયા સાથે વાત કરતાં મોદીએ કહ્યું  કે, ભારત અને રવાન્ડાના સંબંધો સમયની કસોટી પર ખરાં ઉતર્યા છે.
અમારાં માટે આ ગર્વનો વિષય છે કે, રવાન્ડાના આર્થિક વિકાસ અને રાષ્ટ્રીય વિકાસ યાત્રામાં ભારત તમારું સહયોગી રહ્યું  છે. તેઓએ કહ્યું  કે, ભારત રવાન્ડાની ટ્રેનિંગ, ટેક્નિક, આધારભૂત વિકાસ અને પ્રોજેક્ટ આસિસ્ટન્ટ ક્ષેત્રમાં સહયોગ કરતું રહ્યું છે.
વડાપ્રધાન મોદીએ રવાન્ડાના પ્રેસિડન્ટ કાગમેની સાથે વિસ્તૃત વાતચીત કરી અને વેપાર અને કૃષિ ક્ષેત્રમાં સહયોગ મજબૂત કરવાના ઉપાયો પર ચર્ચા કરી.
મોદીએ રવાન્ડા માટે ૨૦ કરોડ ડોલર (૧૩૭૮ કરોડ)ની લોનની રજૂઆત કરી. પ્રેસિન્ડ કાગમે સાથે વાતચીત બાદ મોદીએ જાહેરાત કરી કે ભારત ટૂંક સમયમાં રવાન્ડામાં એમ્બેસી ખોલશે. બંને દેશોએ ચામડાં અને તેના સાથે સંબંધિત ક્ષેત્રો અને કૃષિ અનુસંધાનના ક્ષેત્રે સમજૂતી પર હસ્તાક્ષર કર્યા.
ભારતના અનેક ઔદ્યોગિક પાર્કના વિકાસ અને રવાન્ડામાં કિગાલી વિશેષ આર્થિક ક્ષેત્ર (એસઇઝેડ) માટે ૧૦ કરોડ ડોલર અને કૃષિ માટે ૧૦ કરોડ ડોલરની લોન આપવાની રજૂઆત કરી. વડાપ્રધાન મોદીએ રવાન્ડામાં વસતા ભારતીય સમુદાયોને પણ સંબોધિત કર્યા હતા. તેઓએ કહ્યું , વિદેશમાં વસતા ભારતીય એનઆરઆઇ નહીં, પરંતુ દેશના રાષ્ટ્રદૂતો છે.
મને રવાન્ડામાં વસતા ભારતીય સમુદાય સાથે વાત કરવામાં ઘણી ખુશી થઇ રહી છે. પ્રેસિડન્ટ કાગમેએ મને જણાવ્યું કે, રવાન્ડાના વિકાસમાં ભારતીયોનો મોટો હાથ છે.
આ બંને નેતાઓએ અંદાજિત અડધા કલાક સુધી મીટિંગ કરી હતી. ત્યારબાદ બંને દેશોની વચ્ચે ડેલિગેશન લેવલની વાતચીત થઇ. આ દરમિયાન ડિફેન્સ, એનિમલ રિસોર્સ, ડેરી, ઉદ્યોગ, વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રિયલ, લેધર અને કૃષિ જેવા સેક્ટરમાં સહયોગ કરવાની વાતને લઇને સમજૂતી થઇ. ભારતે ઔદ્યોગિક પાર્કના વિકાસ અને રવાન્ડામાં કિગાલી વિશેષ આર્થિક ક્ષેત્ર (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) માટે ૧૦ કરોડ ડોલર અને કૃષિ ક્ષેત્ર માટે ૧૦ કરોડ ડોલર આપવાની રજૂઆત કરી હતી.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY