ન્યુ દિલ્હી,તા.૨૪
પ્રદૂષણ ફેલાવતાં લાખો કોમર્શિયલ વ્હિકલ્સ પર પ્રતિબંધના પ્રસ્તાવને કેબિનેટની મંજૂરી માટે ટૂંક સમયમાં રજૂ કરાશે. પોલિસી અનુસાર ૨૦ વર્ષ અને તેના વધુ જૂનાં વાહનોની હેરફેર ૨૦૨૦થી અટકાવી દેવાશે. પ્રદૂષણમાં ઘટાડો કરી નવા વાહનોની માંગને પ્રોત્સાહન આપવા સરકાર આ પગલું લેવાની યોજના ધરાવે છે.
એક ટોચના સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે, અમે કોમર્શિયલ વ્હિકલ્સનો કાર્યકાળ ૨૦ વર્ષ રાખવાનો પ્રસ્તાવ મૂકયો છે. વ્હિકલ્સની સ્ક્રેપ પોલિસી ૨૦૨૦થી અમલી બનશે. ત્યાર પછી ૨૦ વર્ષ પૂરા કરનારું કોઈપણ કોમર્શિયલ વાહન રોડ પર ચાલી નહીં શકે. અમને આશા છે કે, આ પ્રસ્તાવને ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી મળશે.
વર્ષ ૨૦૦૦ પહેલાં રજિસ્ટર્ડ ૭ લાખ કોમર્શિયલ વ્હિકલ્સ અત્યારે રસ્તા પર ચાલી રહ્યા છે. સ્ક્રેપેજ પોલિસીમાં ૨૦૦૦ની સાલ પહેલાનાં કોમર્શિયલ વ્હિકલ્સ બદલવામાં આવે તો ઈન્સેન્ટિવ્સ આપવાની પણ દરખાસ્ત છે. અધિકારીએ કહ્યું હતું કે, વાહન સ્ક્રેપ કરનારા લોકોને ચોકકસ ઈન્સેન્ટિવ્સ આપવા પર કામ થઈ રહ્યું છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





