ગુજરાતની ત્રણ દિવાદાંડીઓનું પ્રવાસન હેતુ માટે ખાતમુહૂર્ત

0
5

દ્વારકા,તા.૨૭
પ્રવાસન ઉદ્યોગને વેગ મળે તથા તેના દ્વારા સ્થાનિક રોજગારીનો વધારો કરવા ભારત સરકાર દ્વારા પ્રવાસનના ઉદેશસહ ગુજરાતમાં આવેલ જુદી જુદી ત્રણ દીવાદાંડીનું પ્રવાસન હેતુ માટે વિકસાવવાનાં કામનું ખાતમુહુર્ત કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું હતું.
દ્વારકા ખાતે ૪૩ મીટર ઊંચાઈની દીવાદાંડી, વેરાવળ ખાતે ૩૦ મીટર ઉંચાઈની દીવાદાંડી તથા ગોપનાથ ખાતે ૪૦ મીટર ઉચાઈની દીવાદાંડી આવેલી છે. આ સ્થળો પ્રવાસન માટે પ્રસિદ્ધ છે જેથી અહીં આવતા યાત્રીઓ દીવાદાંડીની પણ મુલાકાત લઇ શકે તે હેતુથી આ દીવાદાંડીઓને પ્રવાસન હેતુથી વિકસવાનો ભારત સરકાર દ્વારા નિર્ણય કર્યો છે.
આ પ્રસંગે સંબોધન કરતા કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા એ જણાવ્યું કે, યોગ્ય વ્યવસ્થા ઉભી કરી દેશની જાહેર સંપતિની જાળવણી અને શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરવો તે માટે સરકાર તમામ વિકલ્પો પર કામ કરી રહી છે. દીવાદાંડીમાં પ્રવાસન હેતુનો ઉમેરો થવાથી પ્રવાસીઓ ઉપરાંત વિદ્યાર્થી તથા જિજ્ઞાસુ લોકો દીવાદાંડીનાં ઉપયોગ તથા તેની કાર્યપધ્ધતિથી વાકેફ થશે.
આ દીવાદાંડીમાં વિઝીટર રૂમ, માહિતી માટે કિઓસ્ક, મેરીટાઇમ અને સ્થાનિક ઇતિહાસ દર્શાવતા એલઈડી, ફાઉન્ટેન, દરિયાકાંઠે વોક-વે, લેન્ડસ્કેપિંગ, ટોઇલેટ બ્લોક, બેસવા માટેની સુંદર વ્યવસ્થા ઊભી કરીને આકર્ષણનું કેન્દ્ર બનાવવામાં આવશે. આ દીવાદાંડી મરીન નેવિગેશન સિસ્ટમને મદદરૂપ થશે જ સાથે સાથે ટૂરિઝમ માટેનો પણ હેતુ હોઈ, પેનોરેમીક ગેલેરી તરીકે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY