સેલવાસમાં એક એપાર્ટમેન્ટના બંધ ફ્લેટના એક રાતમાં સાથે તાળાં તૂટતાં લોકોમાં ગભરાટનો માહોલ સર્જાયો હતો. ચાર ઘરના તાળા તૂટ્યા હતા તે પૈકી એક ઘરના વ્યક્તિએ તેના ઘરમાંથી રૂ. ૫ હજાર રોકડા અને એલસીડી ટીવી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જ્યારે બાકીના ત્રણ મકાનના માલિકો હાજર ન હોવાથી તેમના મકાનમાંથી થયેલી ચોરી અંગે માહિતી સાંપડી ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર સેલવાસના આમલી વિસ્તારમાં આવેલા સાંઈધામ સોસાયટી એપાર્ટમેન્ટના બી-વિંગમાં ચાર ફ્લેટના તાળા તૂટવાની ઘટના બની હતી. આ ચાર પૈકી ૨૦૩ નંબરના ફ્લેટમાં રહેતાં જ્ઞાનેશ્વર પાટીલ વલસાડ ખાતે ગયા હોય પડોશીએ તેમને ફોન દ્વારા જાણ કરતાં તેમને તાત્કાલિક આવી તપાસ કરતાં ઘરમાં મુકેલા રૂ. ૫ હજાર રોકડા અને એલસીડી ટીવી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું. જ્યારે અન્ય ત્રણ ફ્લેટના માલિકો સેલવાસમાં ઉપસ્થિત ન હોવાના કારણે તેમના મકાનમાંથી થયેલી ચોરીની વિગતો જાણવા મળી ન હતી. આ બાબતની જાણ સેલવાસ પોલીસ મથકમાં કરાતાં પોલીસ અધિકારી કે.બી.મહાજન ઘટના સ્થળે ધસી આવ્યા હતા. તેમના નિરીક્ષણમાં સોસાયટી દ્વારા પોલીસના માર્ગદર્શક નિયમનું પાલન નહીં કરાતું હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું હતું. સોસાયટીમાં સીસીટીવી કેમેરા અને સમગ્ર વિસ્તારમાં યોગ્ય લાઈટનો અભાવ હતો. જ્યારે વોચમેન માત્ર મુખ્ય દરવાજે બેસી રહેતાં હોવાનું જણાઈ આવતાં તેમને સોસાયટી સંચાલકોને ફટકાર લગાવી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"