ખાનગી શાળાઓની પ્રોવિઝનલ ફી ટૂંક સમયમાં જાહેર કરાશે

0
138

અમદાવાદ,

રાજ્ય સરકાર દ્વારા ખાનગી શાળાઓની ફી નક્કી કરવા માટે શિક્ષણ બોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાઇ છે. કમિટી સમક્ષ શાળાના સંચાલકો અને વાલીઓને રજૂઆતો કરવા માટે ૧પ ફેબ્રુઆરી સુધીની મુદત આપવામાં આવી હતી. હવે તમામ રજૂઆતો પૂરી થયા બાદ કમિટી ટૂંક સમયમાં પ્રોવિઝનલ ફીનું માળખું આ સપ્તાહના અંત પહેલાં જાહેર કરશે. કમિટી સમક્ષ શાળા એસોસીએશન સહિત અનેક શાળાના સંચાલકોએ રજૂઆતો કરી છે. કમિટીને રૂબરૂ રજૂઆત ઉપરાંત ૯૦૦ જેટલી રજૂઆત ઇ-મેઇલથી મળી છે. કમિટી દ્વારા વાલીઓ અને શાળા સંચાલકોની રજૂઆતો ધ્યાને લેવાઇ છે એટલું જ નહીં, કેટેગરી નક્કી કરવા માટે કમિટીએ ૪પ૦થી વધુ શાળાઓનું લિસ્ટ મેળવ્યું છે, જેમાં રાજ્યભરની શાળાઓનો સમાવેશ કરાયો છે. કેટેગરી વાઇઝ ફી નક્કી કરવા માટે મંગાવેલી શાળાની યાદીમાં ગુજરાત બોર્ડ ઇન્ટરનેશનલ બોર્ડ, સીબીએસઇ બોર્ડ સહિતની શાળાઓ સમાવાઇ છે. ઉપરાંત કેટેગરીવાઇઝ પ્રોવિઝનલ ફીનું માળખું નક્કી કરવા માટે બોર્ડ ઉપરાંત, રૂરલ, સેમી અર્બન અને અર્બન વગેરે કેટેગરીનો સમાવેશ કરાશે. સરકારે અગાઉ જાહેર કરેલી મુદત ૧૮ ફેબ્રુઆરીની સમયમર્યાદા પૂરી થઇ ગઇ છે. તેથી આ સપ્તાહના અંત સુધીમાં પ્રોવિઝનલ ફીનું માળખું જાહેર થાય તેવી પૂરી શકયતા હોવાનું વિભાગનાં સૂત્રોએ જણાવ્યું છે. નવેસરથી પ્રોવિઝનલ ફી નક્કી કરવા માટે શિક્ષણબોર્ડના ચેરમેનના અધ્યક્ષસ્થાને કમિટીની રચના કરાઇ છે. આ કમિટી સમક્ષ શાળા સંચાલકો અને વાલીઓ તેમજ વાલીઓના એસોસીએશન, સંચાલકોના એસોસીએશને ફી નક્કી કરવા માટે રજૂઆતો કરવાની હતી. શાળા સંચાલકો દ્વારા રૂ.૬પ હજાર સુધીની પ્રોવિઝનલ ફી રાખવા માટે રજૂઆતો કરાઇ છે. જ્યારે વાલીઓ અને વાલીમંડળ દ્વારા જૂના પ્રમાણે પ્રોવિઝનલ ફી રાખવામાં આવે તેવી માગ કરાઇ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY