સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાત અને પેટ્રોનેટ એલએનજી ફાઉન્ડેશન તથા કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો દસમો રમતોત્સવ યોજાયો

0
122

ભરૂચ:

ભરૂચ ના જીએનએફસી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે -સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાત અને પેટ્રોનેટ એલએનજી ફાઉન્ડેશન તથા કલરવ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનો દસમો રમતોત્સવ યોજાયો હતો.આ રમતોત્સવ ભરૂચ જિલ્લાના માનસિક દિવ્યાંગ બાળકો માટે જિલ્લા કક્ષાના દસમાં રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેના ઉદ્દઘાટન સમારોહ માં ભરૂચના ધારસભ્ય દુષ્યંત પટેલ, એસ.ડી.એમ જે.બી.દેસાઈ, સ્પેશ્યલ ઓલમ્પિક્સ ગુજરાત ના  ચેરમેન ડી.જી.ચૌધરી,પેટ્રોનેટ એલએનજી ના મેનેજર જીતેન્દ્રસિંહ અને આગેવાનો સહિતના લોકોએ ઉપસ્થિત રહીને બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.જેમાં બાળકોને ગોળા ફેંક, દોડ, જેવી રમતો રમાડી તેમના માં છુપાયેલી સુક્ષુપ્ત શક્તિઓને બહાર બીજા અન્ય સામાન્ય બાળકો ની જેમ કોશ્યલ પ્રાપ્ત તે હેતું સર આ રમતોત્સવ નું અયોજ કરવામાં આવ્યુ હતુ.આ રમત સ્પર્ધામાં ભરૂચ, અંકલેશ્વર,ત્રાલશા અને કોસંબા ના બાળકોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY