યુએઈમાં હવે ડોક્ટરો,એન્જિનિયરો,રોકાણકારોને ૧૦ વર્ષના રેસિડેન્સ વિઝા મળશે

0
9

યુએઈ,તા.૨૧
યુએઈને આંતરરાષ્ટ્રીય ઈન્વેસ્ટરો માટેનું મુખ્ય મથક બનાવવાના આદેશ સાથે અને પોતાના દેશનો સર્વાંગી વિકાસ સાધવા માટે યુએઈની કેબિનેટે કેટલાક અસાધારણ અને ભારે મહત્વના નિર્ણયો લીધા છે જે મુજબ રોકાણકારો, નિષ્ણાત તબીબો, એન્જિનિયરો, નિષ્ણાત ટેક્નોલોજીસ્ટો તેમજ ટોચ લેવલના વિદ્યાર્થીઓને ૧૦ વર્ષના રેસિડેન્ટ વિઝા પૂરા પાડવાનો નિર્ણય લીધો છે.
ગઈકાલે યુએઈની કેબિનેટની બેઠક મળી હતી જેમાં સંમતિથી આ નિર્ણય લેવાયો હતો અને રોકાણકારો તથા બિઝનેસમેનો માટે એન્ટ્રી વિઝાની નવી સિસ્ટમ અપ્નાવવાનો નિર્ણય લેવાયો હતો. યુએઈના હિઝ હાઈનેસ શેખ મોહમ્મદ અલમખ્તુમના અધ્યક્ષસ્થાને આ બેઠક મળી હતી જેમાં નાયબ વડાપ્રધાનો તેમજ સિનિયર કેબિનેટ મંત્રીઓ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ પ્રદેશમાંથી પણ ઘણા ટેલેન્ટેડ લોકો દુબઈમાં સેટલ થયા છે અને હજુ પણ ત્યાં સેટલ થવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે એમના માટે ખૂબ જ સારા સમાચાર છે.
ગઈકાલની કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવાયો હતો કે રોકાણકારોને અને અલગ અલગ ક્ષેત્રના ટેલેન્ટેડ લોકોને ૧૦ વર્ષના રેસિડેન્ટ વિઝા આપવામાં આવશે તે ઉપરાંત મેડિકલ, સાયન્ટીફીક રિસર્ચ અને ટેક્નીકલ ફિલ્ડના નિષ્ણાતોને પણ આ લાભ મળશે. યુએઈમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓને પાંચ વર્ષના રેસિડેન્ટ વિઝા અપાશે. જ્યારે એક્સેસશનલ એટલે કે વધુ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને ૧૦ વર્ષના રેસિડેન્ટ વિઝા આપવામાં આવશે.
હજ અને ઉમરાહની સિસ્ટમમાં પણ નવા ફેરફારોનો નિર્ણય લેવાયો છે. હજની પરમીટ આપવામાં જે નિયમો છે તેમાં પણ ફેરફાર થશે.
(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY