ન્યુ દિલ્હી,
સરકારે દિવ્યાંગોને બજેટ પ્રસ્તાવોથી થનારા નુકસાનથી બચાવવા માટે ફાઇનાન્સ બિલમાં સુધારો કર્યો છે. ફેબ્રુઆરીએ નાણા પ્રધાન અરુણ જેટલીએ નોકરીયાતોને મળતા મેડિકલ અને ટ્રાન્સપોર્ટ એલાઉન્સને નાબૂદ કરીને ૪૦,૦૦૦ રૂપિયા સુધી સ્ટાન્ડર્ડ ડિડક્શન આપવાનો પ્રસ્તાવ કર્યો હતો. આ બજેટ પ્રસ્તાવોથી દિવ્યાંગોને રૂ.૧૩,૪૦૦ની ટેક્સ લાયેબિલિટી વધી રહી હતી. પરંતુ સુધારાથી હવે દિવ્યાંગોને ૨૫,૦૦૦ રૂપિયા સુધી વધારાની ટેક્સ છૂટ મળી શકશે. સરકારનો આ બજેટ પ્રસ્તાવ માર્ચમાં મળનારા સંસદના સત્રમાં મંજૂરી મળ્યા પછી ૧ એપ્રિલ, ૨૦૧૮થી લાગુ થશે.
સરકારે ફાઇનાન્સ બિલમાં સુધારો કર્યો છે. તેમાં સેક્શન ૧૬માં ક્લોઝ ૬ અને ૭ને જાડવામાં આવી છે. તે અનુસાર, દિવ્યાંગોને મળી રહેલા ટ્રાન્સપોર્ટ એલાઉન્સની સુવિધા મળતી રહેશે. તે ઉપરાંત તેમને ૪૦,૦૦૦ રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ પણ મળશે.
હાલ દિવ્યાંગોને ૩,૨૦૦ રૂપિયા મહિને ટ્રાન્સપોર્ટ એલાઉન્સ ટેક્સ ફ્રી મળે છે. સીએના જણાવ્યા અનુસાર, આ સુધારાથી દિવ્યાંગોને ઇન્કમ ટેક્સનો ફાયદો ૨૫,૦૦૦ રૂપિયા વધી જશે. દિવ્યાંગોને ૪૦,૦૦૦ રૂપિયાના સ્ટાન્ડર્ડ ડિડક્શનનો લાભ મળશે અને સાથે ૩૮,૪૦૦ રૂપિયાનું ટેક્સ ફ્રી ટ્રાન્સપોર્ટ એલાઉન્સ પણ મળશે. હવે દિવ્યાંગોને કુલ મળીને ૭૮,૪૦૦ રૂપિયાની ઇન્કમ ટેક્સની છૂટ મળશે. અત્યારે દિવ્યાંગોને ૩૮,૪૦૦ રૂપિયા ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને ૧૫,૦૦૦ રૂપિયાનું મેડિકલ એલાઉન્સ ટેક્સ ફ્રી મળી રÌšં હતું. સુધારા પછી દિવ્યાંગોને કુલ મળીને ૭૮,૪૦૦ની ઇન્કમ ટેક્સ છૂટ મળશે, જેનાથી તેમને ૨૫,૦૦૦ રૂપિયાનો ફાયદો થશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"