ભાવનગર ન.પા.ચૂંટણીઃ ૨૦ હજારમાં ટિકિટ વેચ્યાના આરોપથી રાજકારણ ગરમાયું

0
649

ભાવનગર,
બનાસકાંઠામાં ટિકિટ આપવામાં નાણાં લીધા હોવાના આક્ષેપો બાદ કોંગ્રેસમાં ફરી એક વખત આવો જ આરોપ મૂકતાં કોંગ્રેસમાં કેટલાં વ્યાપક પ્રમાણાં ટિકિટનું ખરીદ વેચાણ ચાલતું હશે તે બાબત જ નીતિમત્તા ધરાવતાં રાજકીય નેતાઓમાં ચિંતા કરાવે તેનું છે. ભાવનગરના ગારીયાધાર નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ આપવામાં રૂ.૨૦,૦૦૦ લીધા હોવાનો આરોપ કોંગ્રેસના પ્રમુખ દ્વારા મૂકવામાં આવતાં રાજકારણ ગરમાયું છે. આ અંગે પ્રદેશ નેતાઓએ તપાસ શરૂ કરી છે.
ગારીયાધાર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા અતુલ ચોહાણે ટિકિટ આપવા માટે રૂ.૨૦,૦૦૦ લીધા હોવાનો આરોપ કોંગ્રેસ પક્ષના પ્રમુખ વલ્લભ માણીયાએ મૂકીને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ તેમનું રાજીનામું આપી દીધું હોવાનું પ્રદેશ પ્રમુખને જણાવ્યું હતું. અતુલ પોતે ભાજપ સાથે મળી જઈને ભાજપનું શાસન સ્થપાય તે માટે પ્રયાસ કરતાં હતા. ત્યાર બાદ હવે અમદાવાદ કોંગ્રેસ ભવનમાંથી તે અંગે તપાસ હાથ ધરીને પગલાં ભરવાની તજવીજ થઈ રહી છે.
આમ વિરોધ પક્ષના નેતા સામે કોંગ્રેસમાં ભારે વિરોધ થતાં અને પ્રદેશથી તપાસ થશે એવું લાગતાં વિરોધ પક્ષના નેતાએ શહેર પ્રમુખને નોટિસ આપી છે કે આ અંગે કોઈ પુરાવા હોય તો મને આપો નહીંતર તમારી સામે કાનૂની પગલાં ભરાશે. અગાઉ ભાજપમા વિધાનસભામાં સુરેન્દ્રનગરમાં રૂ.૯ કરોડમાં ટિકિટ વેચાઈ હોવાનો આરોપ મૂકાયો હતો. કોંગ્રેસના નેતાઓએ બોટાદમાં રૂ.૧૦ કરોડમાં ભાજપની તરફેણમાં ટિકિટ બદલી આપી હોવાનો આરોપ પણ મૂકાયો હતો. વળી કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી વખતે મહિલાને ટિકિટ જાઈતી હોય તો રૂ.૫૦ લાખ અને પૂરુષને જાઈતી હોય તો રૂ.૧ કરોડની ઓફર કરવામાં આવતી હોવાનો આરોપ પણ અમદાવાદ જિલ્લામાં મૂકાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY