ગુરુગ્રામ,તા.૩૦
સાઇબર સિટી ગુરુગ્રામમાં કિન્નરોના બે જૂથો વચ્ચે ખૂની સંઘર્ષમાં એક કિન્નરનું મોત થયું છે, જ્યારે અનેક ઘાયલ થયા છે. આ ઘટના ખડકી દૌલા ટોલની પાસેની છે. ગુરુવાર સવારે ખેડકી દૌલા ટોલના નાકા પાસે કિન્નરોના બે જૂથોમાં મારપીટની જાણ પોલસને મળી. પોલીસની ટીમ જ્યારે ઘટનાસ્થળે પહોંચી ત્યારે એક કિન્નરનું મોત થઈ ચૂક્્યું હતું. તેને ત્રણ ગોળીઓ મારવામાં આવી હતી. મૃતકની ઓળદ રજની કિન્નર તરીકે થઈ. પોલીસે રજની કિન્નરના ઘરવાળાઓની ફરિયાદના આધારે કિન્નરોના બીજા જૂથની વિરુદ્ધ કેસ નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુગ્રાના ખેડકી દૌલા ટોલ પર વર્ચસ્વ જમાવવા અને ભીખ કે પછી વાહન ચાલકો પાસેથી પૈસા માંગવાને લઈ લાંબા સમયથી કિન્નરોના બે જૂથ વચ્ચે ગેંગ વોર ચાલી રહ્યો હતો. હાલ ગુરુગ્રામ પોલીસે આ સમગ્ર કેસમાં આરોપી જૂથના ૭ કિન્નરોની ધરપકડ કરી લીધી છે.
હાલ ગુરુગ્રામ પોલીસ મુખ્ય આરોપી કિન્નરને પકડવામાં સફળ નથી થઈ. પરંતુ પોલીસ દાવો કરી રહી છે કે ટૂંક સમયમાં જ આરોપીને અરેસ્ટ કરવામાં આવશે. આરોપી કિન્નરની શોધમાં પોલીસ લાગી ગઈ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




