ન્યુ દિલ્હી,તા.૨૦
મુખ્ય ન્યાયાધીસ વિરૂદ્ધ મહાભિયોગ લાવવાના પ્રસ્તાવને લઈને સત્તાપક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આક્ષેપ-પ્રતિ આક્ષેપનો મારો શરૂ થઈ ગયો છે. ભાજપે કોંગ્રેસ પર બંધારણ તોડવાનો આરોપ લગાવ્યો છે. ભાજપે કહ્યુ છે કે, વિરોધ પક્ષ તરફથી ન્યાયપાલિકાને લઈને સતત રાજકારણ રમાઈ રÌšં છે. વિરોધ પક્ષ કોર્ટ પર પણ દબાણ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.
નાણાં મંત્રી અરૂણ જેટલીએ વિરોધ પક્ષ પર આરોપ લગાવતા કહ્યુ છે કે, તે મહાભિયોગને હથિયાર બનાવીને જજાને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે. અરૂણ જેટલીએ ફેસબુક પર એક પોસ્ટ લખી જજાના મહાભિયોગને લઈને કોંગ્રેસ સહિતના તમામ વિરોધ પક્ષ પર આક્રમહ પ્રહાર કર્યાં હતાં. જેટલીએ મહાભિયોગને ‘બદલાની અરજી’ ગણાવતા કહ્યુ હતું કે, સમગ્ર મામલાને હળવાશથી લેવો ખતરનાક છે. સમગ્ર પ્રકરણ ન્યાયપાલિકાની આઝાદી માટે ખતરારૂપ છે. જેટલીએ પોતાની પોસ્ટમાં જસ્ટસ લોયાના મોતને લઈને પણ ગઈ કાલે સુપ્રીમ કોર્ટણા નિર્ણય વિષે લખ્યું. તેમણે જણાવ્યું હતું કે, મેં ૧૧૪ પાનાના આ નિર્ણયને વાંચ્યો છે, જેને જસ્ટસ ડી વાઈ ચંદ્રચૂડે લખ્યો છે. નાણાંમંત્રીએ સોહરાબુદ્દીન એન્કાઉંટરને લઈને અમિત શાહ અને જજ લોયાના મોતનું વિસ્તારપૂર્વક વિવરણ આપ્યું છે.
પોતાની ફેસબુક પોસ્ટમાં અરૂણ જેટલીએ જસ્ટસ લોયાના મોતને લઈ કારવાં મેગેઝિનમાં છપાયેલા અહેવાલને ફેક ન્યૂઝ ગણાવ્યો હતો. તેમણે કહ્યુ હતું કે, આ મુદ્દો સરકાર અને ભાજપ અધ્યક્ષની છબીને ખરડવા માટે ઉઠાવવામાં આવ્યો છે.
જેટલીએ ૪ જજાની પ્રેસ કોન્ફરન્સના મુદ્દાનો ઉલ્લેખ કરતા પ્રશ્ન કર્યો હતો કે, ચારેય વિદ્વાન જજાએ જસ્ટિસ લોયા કેસમાં તથ્યોની વિસ્તારપૂર્વક તપાસ કરી હતી? તેમણે માત્ર સુનાવણી માટે લિસ્ટંગનો મુદ્દો ઉઠાવ્યો. જ્યારે ચીફ જસ્ટસ વિરૂદ્ધ મહાભિયોગને લઈને વિરોધ પક્ષોની ભૂમિકા પર ઉઠાવવામાં આવી રહેલા પ્રશ્નોને લઈન્ને લખ્યું હતું કે, રાજકીય લડાઈમાં ન્યાયપાલિકાને મોહરૂ બનાવવું યોગ્ય નથી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






