જે રાક્ષસી કૃત્ય કરશે તેને ફાંસી પર લટકાવી દેવામાં આવશે ઃ મોદી

0
13

૨૦૨૨ સુધી સાથે મળીને મહાત્મા ગાંધીજીનું સપનું સાકાર કરીશું
મંડલા,તા.૨૪
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્ય પ્રદેશના મંડલાના રામનગરમાં રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદ્ઘાટન કર્યું અને ત્રણ દિવસના ઉત્સવનો પ્રારંભ કર્યો હતો. આ પ્રસંગે વડાપ્રધાને જનપ્રતિનિધિઓને કહ્યુ હતું કે, એવી કોઈ તાકત નથી જે ગામડાઓના વિકાસ કરતા અમને રોકી શકે. ગામડાના વિકાસ માટે જનપ્રતિનિધિઓએ આગળ આવવું પડશે. તેમને ગામડાઓના વિકાસ માટે સમર્પિત થવું પડશે. આ પ્રસંગે વડાપ્રધાને મહિલા સરપંચોને પણ સન્માનિત કરી હતી. પીએમે તેમના પ્રવચનમાં પોસ્કો એક્ટના બદલાવની વાત કરતાં જણાવ્યું કે જે રાક્ષસી કૃત્ય કરશે તેમને ફાંસી પર લટકાવવામાં આવશે. કેન્દ્રની સરકાર લોકોની ભાવનાઓને સમજે છે અને તેના હિસાબથી નિર્ણયો પણ લઈ રહી છે. વડાપ્રધાને જણાવ્યું કે આપણે આપણા દિકરાઓને સમાજની દિકરીઓની ઈજ્જત કરતા શીખવાડવું પડશે અને આના માટે પરિવારોએ ઘરની અંદર જ બદલાવ લાવીને શરૂઆત કરવી પડશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ હતું કે, જન પ્રતિનિધિઓએ પાંચ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ ગામડાઓનો વિકાસ અવસ્ય કરવો જાઈએ. જનપ્રતિનિધિઓ કંઈક એવું કરે કે ૨૦-૩૦ વર્ષ બાદ જ્યારે ઘડપણમાંથી પસાર થઈ રહ્યાં હોય ત્યારે તમે કહી શકો કે ૨૫ વર્ષ પહેલા હું પંચાયતનો મંત્રી હતો અને જુઓપ મારા સમયમાં આ કામ થયેલા. ઉપરાંત વડાપ્રધાને જનપ્રતિનિધિઓને કહ્યુ હતું કે, ગામડાઓ માટે કંઈક કરી છુટવાની ભાવના રાખો અને પાંચ વર્ષ જનતા માટે ખપાવી દેવાનું પ્રણ લો. દુનિયાની કોઈ તાકાત નથી જે ગામડાઓની જીંદગી ન બદલી શકે.
રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસનું ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાને કહ્યુ હતું કે, તમામ ગામડાઓના વિકાસમાં બજેટના કારણે મુશ્કેલીઓ પડશે, પરંતુ બજેટની ચિંતા નથી, તેના યોગ્ય ઉપયોગની ચિંતા છે. યોગ્ય સમયે યોગ્ય કામ માટે, ઈમાનદારી અને પાદરર્શિતાની જરૂર છે. જનપ્રતિનિધિઓ જવાબ આપે કે, શું દરેક ગામના બાળકો માટે શાળાની યોગ્ય વ્યવસ્થા કરી શકે કે નહીં. શું ગામડાનો ખેડુત સારી રીતે ખેતી કરી શકે છે કે નહીં? ખેડુત મધમાખીની પેટી પોતાના ખેતરમાં રાખે તો બે-અઠ્‌હી લાખ રૂપિયા કમાઈ શકે છે, શું આનાથી ખેડુતોની આવક વધી શકે કે નહીં?
તેમણે જનપ્રતિનિધિઓને કહ્યુ હતું કે, આપણે પંચાયતમાંથી ચૂંટાઈને આવ્યા છીએ, તો શું આ આપણું દાયિત્વ નથી. એવું વિચારો કે, આગામી પાંચ વર્ષમાં એવું કામ કરીએ કે એક પણ બાળક અભણ ન રહે. તે બાળક મોટું થઈને કહે કે હું ગરીબ માતાનો દિકરો હતો, પરંતુ ગામના પ્રધાન ખેતરમાંથી પકડીને શાળામાં લઈ આવ્યાં. તેમના જ કારણે હું આજે ડાક્ટર-એંજીનિયર-આઈએએસ બની શક્યો.
પંચાયતી રાજ દિવસ આપણા સંકલ્પનો દિવસ હોવો જાઈએ તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનપ્રતિનિધિઓને કહ્યુ હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY