2009 -10 ના વર્ષ માં અંદાજિત 150 જેવા એચ આઈ વી ગ્ર્રસ્તો પૈકી 25 જેવા ના મોત થઈ ચુક્યા હતા ત્યારે હાલ 250 ની ઉપર આંકડો પહોંચતા કેટલા જીવીત છે અને કેટલાના મોત થઈ ચુક્યા છેે એનો સાચો આકડો કોઈ નથી જાણતું…?!
ગુજરાત એઈડ્સ્ કંટોલ સોસાયટી અમદાવાદ થકી આખા ગુજરાાત માં પ્રોજેક્ટ ચાલતા હતા ત્યારે હાલ નર્મદા માં કોઈજ કામગીરી આરોગ્ય વિભાગ કે કોઈ એન જી ઓ થકી યોગ્ય રીતે ચાલતી ન હોવાના કારણેે દર્દીઓ ભગવાન ભરોસેે !
રાજપીપલા: નર્મદા જિલ્લા માં એચ આઈ વી ગ્રસ્ત દર્દીઓ હાલ ભગવાન ભરોસે જીવી રહ્યા હોય એવી સ્થિતિ ઉભી થઈ છે ત્યારે રાજ્ય સરકાર ની આ જિલ્લા પ્રત્યે ઢીલી નીતિ ના કારણે અને હાલ જિલ્લાના દર્દીઓ બાબતે કોઈજ સાચી અને પૂરતી માહિતી ન હોવાના કારણે જે જીવિત દર્દીઓ છે તેમની હાલત અધ્ધર જોવા મળી રહી છે ત્યારે રાજપીપલા સિવિલમાં ચાલતા આઈ સી ટી સી કેન્દ્રર ને બાદ કરતા જિલ્લા માં એચ આઈ વી માટે કોઈ ખાસ જાણકારી કે સેવા આપતી કામગીરી થતી નથી જિલ્લામાં રાજપીપલા,તિલકવાડા, સાગબારા, ડેડીયાપાડા અને ગરુડેશ્વર આમ પાંચ તાલુકાઓ પૈકી રાજપીપલા અને ડેડીયાપાડા તાલુકામાં આઈ સી ટી ના કાઉન્સિલરો છે જેમાં તિલકવાડા અને ગરુડેશ્વર ની જગ્યાઓ ખાલી છે જયારે ગરુડેશ્વર માં તો આ કેન્દ્ર હજુ ખુલ્લુ મુંકાયુજ નથી જેના કારણે જિલ્લા ના એચ આઈ વી ગ્રસ્ત દર્દીઓ બીમાર હોવા છતાં ધક્કે ચઢી રહ્યા છે ત્યારે એ માટે સરકાર ની લાલિયાવાડી જ જવાબદાર છે એમ કહી શકાય. જિલ્લા ના કોઈ રાજકીય નેતા કે અધિકારીઓને આવી ગંભીર બાબતમાં કોઈ રસ નથી એમ લાગી રહ્યું છે એના કારણે દર્દીઓ ની તકલીફ માં વધારો જોવા મળી રહ્યો છે.શું જિલ્લા કલેક્ટર આ માટે રસ દાખવી યોગ્ય પગલાં લેશે…?
ગરુડેશ્વર માં કાઉન્સિલર માટે મિટિંગ માં રજૂઆતો કરી છે : ર્ડો.આર્ય
આ બાબતે નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ ના ટી બી વિભાગ સંભાળતા ર્ડો.આર્ય એ જણાવ્યું હતું કે સંસ્થા ની કચેરી બાબતે ગુજરાત એઇડ્સ કંટ્રોલ સોસાયટી ની અમદાવાદ થી કામગીરી થાય છે પરંતુ આપણા જિલ્લા માં કાર્યરત આઈ સી ટી સી કેન્દ્રો માં અમુક તાલુકાઓ પર કાઉન્સિલરો ની જગ્યા ખાલી છે અને ગરુડેશ્વર ખાતે આ કેન્દ્ર ખોલવા મેં અગાઉ મિટિંગ માં રજુઆત કરી છે.હાલ પાંચ તાલુકા પૈકી ચાર માં આઈ સી ટી સી કેન્દ્રો ખુલ્યા છે પરંતુ એમાં ફક્ત રાજપીપલા અને ડેડીયાપાડા માં કાઉન્સિલરો છે જયારે સાગબારા અને ગરુડેશ્વર માં જગ્યા ખાલી છે જયારે ગરુડેશ્વર માં આ કેન્દ્ર શરૂ નથી થયું
ચીફરિપોર્ટર,નર્મદા,ભરત શાહ.મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






