સોનામાં ૩૦૦ રૂપિયાનો ઘટાડો, ચાંદી ૪ સપ્તાહના નીચલા સ્તર પર

0
16

મુંબઈ,તા.૨
વૈશ્વિક માર્કેટમાં અઠવાડિયાના અંતે થઇ રહેલા ઘટાડાના દબાણથી દિલ્હી બુલિયન માર્કેટમાં આજે સોનું સતત ત્રીજા દિવસે નીચે ઉતરીને અઢી મહિનાથી વધુના નીચલા સ્તરે પ્રતિ ૧૦ ગ્રામ પર ૩૧,૬૦૦ રૂપિયા થઇ ગયો છે. સોનામાં આજે ૩૦૦ રૂપિયાનો ઘટાડો થયો અને આ પ્રકારે સ્થાનિક માર્કેટમાં ૩ દિવસમાં પીળી ધાતુ ૪૯૦ રૂપિયા તૂટી ગઇ છે.
ચાંદી પણ સતત બીજા દિવસે સસ્તુ થયું. ચાંદી ૧૦૦ રૂપિયા નીચે થઇ ૪ સપ્તાહના નીચલા સ્તર પર ૪૦,૫૦૦ રૂપિયાના ભાવે વેચાયું. અમેરીકામાં રોજગારીની આશાથી સારા આંકડા થતાં વિદેશી માર્કેટમાં સપ્તાહના અંતે શુક્રવારે પીળી ધાતુ અંદાજે અડધો ટકા નબળી પડી. સોનુ અત્યારે ૫.૭૫ ડાલરના ઘટાડા સાથે શુક્રવારે બજાર બંધ થતાં સમયે ૧૨૯૩.૮૦ ડાલર પ્રતિ ઔસ પર બોલાયું છે. ઓગષ્ટનો સોનાનો વાયદો પણ ૬.૮૦ ડાલરના ઘટાડામાં ૧૩૦૪.૭૦ ડાલર પ્રતિ ઔસ પર રÌšં. ચાંદી અત્યારે ૧૬.૩૮ ડાલર પ્રતિ ઔસ પર સ્થિર થઇ બંધ થયો છે.
રૂપિયામાં ભારે મજબૂતી સાથે સ્થાનિક બજારમાં સોનું સસ્તુ થઇ એ રહ્યુ છે. સોનુ સ્ટાન્ડર્ડ ૩૦૦ રૂપિયાના ઘટાડામાં ૩૧,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર રહ્યુ છે, જે ૧૦ એપ્રિલ બાદ તેનું સૌથી નિચલુ સ્તર છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY