કાર્યકરો મહારાષ્ટ્રમાં એકલા હાથે ચૂંટણી લડવા તૈયાર રહે : શાહ

0
12

મુંબઈ,તા.૨૩
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર શિવસેનાના વલણથી બીજેપીના અધ્યક્ષ અમિત શાહ નારાજ છે. મુંબઈમાં રવિવારે બીજેપી કાર્યકર્તાઓની બેઠકમાં તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી એકલા લડવાની તૈયારી કરવા માટે કહ્યું. આ માટે તેમણે સંગઠનને મજબૂત કરવાના નિર્દેશ આપ્યા. તેમણે જણાવ્યું કે લોકસભા સીટો પર ટૂંક સમયમાં ઇન્ચાર્જ નિયુક્ત કરવામાં આવશે. તમામ સીટો પર એવી તૈયારી હોવી જાઇએ કે શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના એકસાથે લડવા છતાંપણ બીજેપીની જ જીત થાય.
અમિત શાહે આ બેઠકમાં કાર્યકર્તાઓને કહ્યું કે તેઓ ગઠબંધનની ચિંતા છોડે અને ચૂંટણીની તૈયારી કરે. તેમણે પાર્ટી કાર્યકર્તાઓને ‘૨૩ પોઇન્ટ વકિંગ સ્ટ્રેટેજી’ હેઠળ કામ કરવા માટે જણાવ્યું. ઉપરાંત, પાર્ટીને મજબૂત કરવાની સાથે નવા વોટર્સને જાડવા પર ભાર મૂક્્યો અને સ્થાનિક નેતાઓને વોટર્સના નિયમિત ફીડબેક લેવા માટે જણાવ્યું. આ માટે પ્રત્યેક બૂથ પર પાર્ટીના ૨૫ કાર્યકર્તાઓને તહેનાત કરવા માટે નિર્દેશ આપ્યા.
એનડીએના જૂથ શિવસેનાએ પહેલા અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં વોટ કરવાનું વ્હિપ જાહેર કર્યું હતું, પરંતુ પછી પાછું લઇ લીધું. ત્યારબાદ પાર્ટીએ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચામાં હિસ્સો પણ લીધો ન હતો. શિવસેનાએ રાહુલ ગાંધીના લોકસભામાં આપવામાં આવેલા ભાષણના પણ વખાણ કર્યા હતા.(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY