તાજમહેલની આસપાસનો વિસ્તાર ‘નો પ્લાસ્ટીક ઝોન’ બનાવવામાં આવેઃ યુપી સરકાર

0
4

લખનઉ,તા.૨૪
તાજમહેલના સંરક્ષણ મામલે ઉત્તરપ્રદેશ સરકારે સુપ્રીમ કોર્ટમાં ડ્રાફ્ટ વિઝન ડોક્યુમેન્ટ દાખલ કર્યું છે. જસ્ટીસ મદન બી લોકુરની અધ્યક્ષતાવાળી બેચે ઉત્તરપ્રદેશ સરકારે ડોકયુમેન્ટ દાખલ કરી હોવાની જાણકારી આપી છે.
ડ્રાફ્ટ વિઝન ડોકયુમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, તાજમહેલની આજુબાજુના સમગ્ર વિસ્તારને ‘નો પ્લાસ્ટીક ઝોન’ જાહેર કરવામાં આવે. અહીં પ્લાસ્ટીકની બોટલમાં પાણીના વેચાણ પર પ્રતિબંધ લગાવવામાં આવે.
તેમજ આ ડોક્યુમેન્ચમાં પ્રદુષણ ફેલાવતી ફેક્ટરીઓ પર પણ પ્રતિબંધ મુકવાની પણ વાત કરવામાં આવી છે. સાથે જ રાજ્ય સરકારે કહ્યું છે કે, તાજમહેલ પાસેના પ્રદુષણ ફેલાવતા ઉદ્યોગો હટશે અને યમુના રિવરફ્રંટ સાથે પદયાત્રીઓ માટે માર્ગ બનશે. સુપ્રીમ આ મામલે ૩૧ જુલાઇના રોજ સુનવણી કરશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY