ન્યુ દિલ્હી,તા.૨૪
નોર્થ કોરિયાએ મુખ્ય ન્યૂક્લિયર લોન્ચ સાઇટને નષ્ટ કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ સાઇટ નોર્થ-ઇસ્ટ વિસ્તારમાં છે. અમેરિકાના મોનિટરિંગ ગ્રુપે સૂર્હે સ્ટેશનને ધ્વસ્ત કરવાની સેટેલાઇટ ઇમેજ રિલીઝ કરી છે. આ ગ્રુપ અનુસાર, નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જાંગ ઉને અમેરિકા સાથએ જૂનમાં કરેલા કરારને અમલમાં મુક્્યો છે. અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, નોર્થ કોરિયાના લીડર કિમ જાંગ ઉને એÂન્જન ટેસ્ટ સાઇટને નષ્ટ કરવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે. જા કે, તેઓએ એ સ્પષ્ટતા નથી કરી કે આ સાઇટ કઇ હશે. નોર્થ કોરિયા વારંવાર નિવેદન આપે છે કે, સુર્હે એક સેટેલાઇટ લાન્ચિંગ સાઇટ છે, પરંતુ અમેરિકાના અધિકારીઓને શંકા છે કે, આ સાઇટને બેલાસ્ટિક મિસાઇલ પરીક્ષણ માટે ઉપયોગ કરવામાં આવે છે.
ગત મહિને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જાંગ ઉન વચ્ચે મળેલી ઐતિહાસિક સમિટ દરમિયાન બંને લીડર્સે કોરિયન પેન્નિનસુલાને પરમાણુ હથિયારોથી મુક્ત કરવા માટે સાથે મળીને કામ કરવા પર સમજૂતી કરાર કર્યા હતા. સિંગાપોરમાં આ બંને લીડર્સ ૧૨ જૂનના રોજ મળ્યા હતા. આ અઠવાડિયામાં જે સેટેલાઇટ ઇમેજ જાહેર કરવામાં આવી છે તે સુર્હે સેટેલાઇટ સ્ટેશનની છે.
(જી.એન.એસ)
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




