ટ્રાન્સ્પોર્ટ હડતાળના પગલે અનાજ લઇને આવતી ટ્રકો ૭૫% ઘટી ગઈ

0
7

વડોદરા,તા.૨૪
વડોદરામાં જીએસટીના ઇ-વે બિલ, ડીઝલના ભાવમાં દર ત્રણ મહિને સુધારો કરવા તથા ટોલ ફ્રી બેરિયર સહિતના મુદ્દે ટ્રાન્સ્પોર્ટરોની હડતાળ ચોથા દિવસે પણ ચાલુ રહી હતી. ટ્રાન્સ્પોર્ટ હડતાળના પગલે શહેરના મુખ્ય અનાજ બજાર એટલે કે હાથીખાના ખાતે રોજ અનાજ લઇને આવતી ટ્રકોનું પ્રમાણ ૭૫ ટકા ઉપરાંત જેટલું ઘટી જવા પામ્યું છે. રોજની ૭૦ જેટલી ટ્રકો અનાજ લઇને આવે છે, તેનું પ્રમાણ હવે ઘટીને ૧૦થી નીચે ગયુ હતું. વડોદરા ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતું કે, હાલમાં અનાજ બજારમાં પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવાથી ટ્રક હડતાળની કોઇ જ અસર જાવા મળતી નથી.
સયાજીપુરા ખાતે શાકભાજી બજારમાં નિયમિત રીતે પુરવઠો આવી રહ્યો છે.ખંડેરાવ માર્કેટ ખાતેના ફ્રૂટ બજારના વેપારી ગિરધારી મોહનાનીએ જણાવ્યું હતું કે, હાલમાં કેરીની સીઝન પૂરી થઇ છે, જ્યારે સફરજનની સીઝન આગામી મહિને શરૂ થશે. અગાઉ શહેરમાં ફ્રૂટનો જથ્થો રોજ આવતો હતો, તે સીઝન પૂરી થતાં ઘટયો છે. વેપારીઓ પણ પરિÂસ્થતિ જાઇને માલ મગાવે છે,
જ્યારે બરોડા ડ્રગિસ્ટ એન્ડ કેમિસ્ટ એસો.ના પ્રમુખ અલ્પેશ પટેલે જણાવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ હડતાળની હાલ કોઇ અસર નથી. આગામી તા.૨૫થી ૩૦ દરમિયાન કોઇ ઉકેલ ન આવે તો દવાઓનો પુરવઠો ઘટી શકે છે. હાલમાં દવા બજારમાં એક મહિના ચાલે તેટલો જથ્થો હોય છે. ક્રિટિકલ દવાઓનો પુરવઠો તો જરૂર પડે કુરિયર દ્વારા કંપની મોકલી આપતી હોય છે.બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસો.ના પ્રમુખ પિયુષ શર્માએ કહ્યું હતું કે, શહેરના સીમાડે થંભી ગયેલી પર પ્રાંતની ટ્રકોના ચાલકો અને ક્લીનરો માટે આવતીકાલથી લંગરની વ્યવસ્થા શરૂ કરવામાં આવશે.

(જી.એન.એસ)

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY