ન્યુ દિલ્હી,તા.૧
જૈન મુનિ તરુણ સાગર ક્્યારેક પવન કુમાર જૈનના નામથી ઓળખાતા હતા. ૫૧ વર્ષની ઉંમરમાં તેઓ કાળધર્મ પામ્યા છે. જૈન મુનિ તરુણ સાગર મહારાજના જીવન સાથે જાડાયેલી ૧૦ મોટી વાતો…
૧. જૈન મુનિ તરુણ સાગરનું અસલી નામ પવન કુમાર જૈન હતું. તેમનો જન્મ મધ્ય પ્રદેશના દમોહમાં ૨૬ જૂન ૧૯૬૭ના રોજ થયો હતો.
૨. ૧૯૮૧માં તેમણે ઘર છોડી દીધું હતું અને દીક્ષા ગ્રહણ કરી હતી. તેમની દીક્ષા છત્તીસગઢમાં થઈ હતી. તેમણે ૨૦ વર્ષની ઉંમરમાં દિગંબર મુનિની દીક્ષા લીધી હતી.
૩ જૈન મુનિ તરુણ સાગર પોતાના પ્રવચનો માટે પ્રખ્યાત રહ્યા છે. તે મધ્ય પ્રદેશ અને હરિયાણા વિધાનસભામાં પ્રવચન પણ આપી ચુક્્યા છે.
૪. સમાજના અલગ-અલગ વર્ગોને એકજુટ કરવા માટે તેમણે ઘણા પ્રયત્નો કર્યા હતા. જૈન મુનિ તરુણ સાગરને મધ્ય પ્રદેશ સરકારે ૬ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ રાજકીય અતિથિનો દરજ્જો આપ્યો હતો
૫. તેમના વિશે કહેવાય છે કે તે કડવા પ્રવચન કરતા હતા. તેમનું કડવે પ્રવચન નામથી એક પુસ્કત પણ છે. તેમણે ઘણા મુદ્દા ઉપર પોતાની ધારદાર સલાહ આપી હતી.
૬. મુનિ તરુણ સાગરને કર્ણાટકમાં આયોજીત એક ધાર્મિક સભામાં ‘ક્રાંતિકારી’ની પદવી આપવામાં આવી હતી. આ પછી ૨૦૦૩માં ઇન્દોરમાં રાષ્ટÙ સંતની પદવીથી નવાજવામાં આવ્યા હતા.
૭. ૨૬ ઓગસ્ટ ૨૦૧૬ના રોજ જ્યારે મુનિ તરુણ સાગરે હરિયાણા વિધાનસભાને સંબોધિત કરી હતી તો તેઓ પરંપરા પ્રમાણે કપડા વગર જ આવ્યા હતા. તે સમયે સંગીતકાર વિશાલ ડડલાનીએ વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. બાદમાં વિશાલે માંફી માગી લીધી હતી.
૮. અનામત ઉપર પણ તરુણ સાગરે પોતાનો મત રજુ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે યોગ્યતા અને પાત્રતાના આધારે જ અનામત મળવી જાઈએ. ત્યારે જ દેશનું ભલું થશે.
૯. નેતાઓ ઉપર ટિપ્પણી કરતા કહ્યું હતું કે નાની ચોરી કરનાર જેલોમાં બંધ છે અને મોટી-મોટી ચોરી કરે છે તે લોકસભા અને વિધાનસભામાં બેઠેલા છે.
૧૦. ગત વર્ષે જૂનમાં તેમણે પાકિસ્તાન અને આતંકવાદ ઉપર નિવેદન આપતા કહ્યું હતું કે પાકિસ્તાનમાં આતંકવાદીઓ કરતા ભારતમાં ઘુસણખોરો છે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



