મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા કેપ્ટન રાજુનું નિધન

0
16

તિરુવનંતપુરમ્‌,તા.૧૭
મલયાલમ સિને-જગત અને કેરળના દિગ્ગજ અભિનેતા કેપ્ટન રાજુનું તેમના નિવાસસ્થાને નિધન થયું છે. તેમના પરિવાર દ્વારા સોમવાર સવારે તેમના નિધનના સમાચાર આપવામાં આવ્યા હતા.
કેરળના પટણમત્તા જીલ્લામાં રહેતા કેપ્ટન રાજુ ભારતીય સેનામાં હતા પરંતુ ૧૯૮૧માં તેમણે સેના છોડીને મલયાલમ સિનેમામાં અભિનેતા તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી હતી. મલયાલમ ફિલ્મ “રક્તમ” તેની પ્રથમ ફિલ્મ હતી ત્યાર બાદ તેઓ મલયાલમ ફિલ્મ જગતના ખલનાયક તરીકે ઉભરી આવ્યા હતા. આ સિવાય ટીવી સિરિયલોમાં પણ તેમના સારા પાત્રોને લોકોએ પંસદ કર્યા હતા. ૬૮ વર્ષિય અભિનેતા કેપ્ટન રાજુની અંતિમ ફિલ્મ “માસ્ટરપીસ” હતી.
કેપ્ટન રાજુએ લગભગ ૫૦૦ મલયાલમ ફિલ્મોમાં કામ કર્યુ હતું આ સાથે તેમણે તમિલ, તેલુગુ, કન્નડ અને હિન્દી ફિલ્મો પણ કરી હતી. તેમણે બે ફિલ્મો મિસ્ટર પવનઇ ૯૯.૯૯ અને ઇથા ઓરૂ ²ોહાગથાના નિર્દેશક તરીકે પણ કામ કર્યું હતું.
તેમના પરિવારમાં હાલ તેમના પત્ની અને પુત્ર છે. જૂનમાં તેમના પુત્રના લગ્ન માટે અમેરિકા જતા તેમને સ્ટ્રોક આવ્યો હતો અને મસ્કટના એક હોÂસ્પટલમાં સારવાર અપાઇ હતી. જે પછી જુલાઇમાં તેમને કોચિન લાવામાં આવ્યા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY