એસબીઆઈ ૧૦ હજાર એટીએમ પર લગાવશે સોલર પેનલ

0
16

ન્યુ દિલ્હી,તા.૨૦
દેશનાં સૌથી મોટા બેંક ભારતીય સ્ટેટ બેંકે પર્યાવરણનાં સંરક્ષણ હેઠળ મહત્વનાં પગલાં ઉઠાવ્યા છે.SBI આ માટે આશરે ૧૦ હજાર છ્‌સ્ પર સોલર પેનલ સ્થાપિત કરવાની યોજના બનાવી છે. બેંકનાં એક અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી. છે. બેંકનાં મુખ્ય નાણાં અધિકારી (CFO) પ્રશાંત કુમારે મંગળવારે કહ્યું કે, હાલનાં સમયમાં બેંકનાં આશરે ૧૨૦૦ છ્‌સ્ કેન્દ્ર સૌર ઉર્જાથી સંચાલિત થાય છે.
તેમણે માહિતી આપી કે આગામી બે વર્ષ દરમિયાન આ સંખ્યા વધારવામાં આવશે આ બે વર્ષમાં સોલર પેનલની સંખ્યા ૧૦ હજાર છ્‌સ્ સુધી પહોંચી જશે.
ભારતીય સ્ટેટ બેંક સતત પર્યાવરણ સંરક્ષણ માટે કામ કરે છે. આ પહેલાં તેમણે આખા દેશમાં સ્થિત તેમનાં ૧૫૦ ભવનની છત પર સોલર પેનલ લગાવી હતી. પ્રશાંતનું કહેવું છે કે,
SBI નાં એવાં ઘણાં સ્થાન છે જેનાં પર પણ સોલર પેનલ ઇન્સ્ટોલ કરવામાં આવી શકશે.
પ્રશાંતે કહ્યું કે, અમારુ લક્ષ્ય છે કે, આગામી વર્ષ સુધીમાં બેંકની આશરે ૨૫૦ બિલ્ડિગ પર સોલર પેનલ લગાવવામાં આવે. તેમણે કહ્યુ કે, આવનારા દિવસોમાં SBI ઇલેક્ટ્રીક વાહનોનાં ઉપયોગ પર વધુ ફોકસ કરે. બેંક મેનેજર્સનું માનવું છે કે, પારંપરિક ઇંધણનાં ઉપયોગથી ચાલતી કાર્સ ઓછી કરવામાં આવે અને વર્ષ ૨૦૩૦ સુધીમાં SBI નાં તમામ વાહનો ને ઇલેક્ટ્રીક વાહનોમાં બદલી દેવામાં આવે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY