જિનપિંગ પરેશાન :ચીનનું દેવુ વધી ૨૫૮૦ અબજ ડાલરને પાર

0
23

બીજિંગ,તા.૨૪
ચીનનું વધી રહેલુ દેવું હવે ૨૫૮૦ અબજ ડોલરના આંકડા સુધી પહોંચી ચુકયું છે. દેશની આર્થિક વૃદ્ઘી નબળી પડવા સંદર્ભમાં તેને મોટી ચિંતા તરીકે જાવામાં આવી રહી છે. દેશની ટોપ વિધાયિકાએ નિર્ણય લીધો છે કે સ્થાનીક સરકારનાં દેવાની મહત્તમ સીમા ૨૧૦૦૦ અબજ યુઆનની હોવી જાઇએ.
ચીનની સરકારી સંવાદ સમિતી શિન્હુઆની એક સમાચારમાં નાણામંત્રાલયના હવાલાથી કહેવામાં આવ્યું છે કે, ચીનની સ્થાનીક સરકારી દેવું ઓગષ્ટના અંતમાં ૧૭૬૬૦ અબજ યુઆન (૨૫૮૦ અબજ ડોલર)રહ્યું, જે અધિકારીક સીમાથી નીચે જ છે.
સ્થાનીક સરકારો દેવામાં સતત થઇ રહેલા વધારાના કારણે ચિંતિત છે.જા કે દેશની ગત્ત વર્ષનો કુલ સરકાર દેવું જીડીપીનું ૩૬.૨ ટકા હતું. જે સૌથી આધુનિક અર્થવ્યવસ્થાનાં સ્તરથી ઓછું છે. ચીનનારાષ્ટ્રપતિ શી જિનપિંગ આર્થિક ખતરાને ઘટાડવા માટે સ્થાનીક સરકાર પર દેવાનાં સ્તરમાં ઘટાડો કરવા માટે દબાણ કરી રહ્યા છે. જા કે તેમાંથી ગણા પોતાની આદતોનાં કારણે અત્યાર સુધી બહાર આવી શકયા નથી.
વિશ્વની બીજી સૌથી મોટી ચીનની અર્થવ્યવસ્થાની ગતિ ધીમી પડવા મુદ્દે ચિંકા પ્રકટ કરવામાં આવી રહી છે. વિશ્વનાં ટોપના અર્થશાત્રીઓ પણ આ અંગે અગાઉ ચેતવણી અને હવે ડર વ્યકત કરી ચુકયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અર્થશાસ્ત્રીઓ પહેલા જ આ અર્થવ્યવસ્થાનો ફુગ્ગો ફુટશે તેવી ચેતવણી આપી ચુકયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY