ફ્લોરિડા,તા.૧૨
અમેરિકાના ફ્લોરિડામાં ત્રાટકેલાં માઇકલ વાવાઝોડાંમાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે અને અનેક મકાનો, સડકો પૂરના પાણીમાં ડૂબી ગયા છે. મેÂક્સકો કોસ્ટમાં આ વાવાઝોડાંના કારણે અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ઉખડી ગયા છે. જે સમયે માઇકલ ત્રાટક્્યું, ત્યારે તે કેટેગરી-૪માં હતું. જે બાદમાં કેટેગરી-૧માં ફેરવાઇ ગયું હતું.
ફ્લોરિડાના અધિકારીઓએ કહ્યું કે, માઇકલના કારણે ૨૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે. કાઉન્ટીના નોર્થ પેનહેન્ડલ વિસ્તારમાં અંદાજિત એક દાયકામાં આવેલું સૌથી શકિતશાળી વાવાઝોડું છે. સ્થાનિક સમયાનુસાર રાત્રે આઠ વાગ્યે ‘માઇકલ’ કમજાર થઇને કેટેગરી-૧માં ફેરવાઇ ગયું છે અને આ દરમિયાન ૯૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઇ રહ્યો છે.
મેક્સિકોની સામે આવેલી તસવીરો અને વીડિયોમાં તબાહીનાં દ્રશ્યો જાવા મળી રહ્યા છે, જ્યાં પાણીથી ભરેલી સડકો પર ઘર તરતા અને કેટલાંક ઘરો પાયમાંથી જ ઉખડી ગયા હતા. જ્યારે કેટલીક મકાનોની છત ઉખડી ગઇ હતી. સડકો પર કાટમાળનો ઢગ તરતો જાવા મળ્યો.
માઇકલ વાવાઝોડાંના કારણે ફ્લોરિડામાં અત્યાર સુધી સાત લોકોનાં મોત થયા છે. જેમાં ૧૧ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. માઇકલના કારણે દરિયામાં ૧૪ ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. જેના કારણે દરિયાકાંઠાના મકાનોમાં પાણી ભરાઇ ગયા હતા. ફ્લોરિડા ઓથોરિટી અનુસાર, વાવાઝોડાંમાં ૩,૫૦૦ લોકોનાં ૧,૦૦૦ મકાનો ધરમૂળથી પડી ભાંગ્યા છે.
માઇકલ સૌથી પહેલાં મેÂક્સકો બીચ પર ત્રાટકયું હતું. જેના કારણે ટૂરિસ્ટ ટાઉન પેનહેન્ડલમાં સૌથી વધુ નુકસાન થયું છે. વાવાઝોડાંમાં રસ્તાઓ ખરાબ થઇ ગયા છે. વૃક્ષો પડી ગયા હતા અને બીચફ્રન્ટ પર આવેલી તમામ બિલ્ડિંગગ્સના કાટમાળ પાણીમાં તરતા જાવા મળ્યા હતા.
ઓફિશિયલ્સના જણાવ્યા અનુસાર, અલ્બામા, જ્યોર્જિયા અને ફ્લોરિડામાં અંદાજિત ૧.૪ લાખ મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો છે. મેકિસકો ઓથોરિટી અનુસાર, મેકિસકો બીચ પર જે ૨૮૦ લોકોએ વાવાઝોડાંની ચેતવણીને ગંભીરતાથી લીધી નહતી તે તમામ લોકો ગુમ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



