કાઠમાંડૂ,તા.૧૩
નેપાળના માઉન્ટ ગુરજા પર હિમસ્ખલનની લપેટમાં આવીને ૯ લોકોના મોત થયા છે. જેમાં દક્ષિણ કોરિયાના ૫ પર્વતારોહી અને ૪ નેપાળી ગાઇડ સામેલ છે. શુક્રવારે આ દુર્ઘટના બની. આ દળે ૭ ઓક્ટોબરે પર્વતારોહણ શરૂ કર્યું હતું.
ટ્રેકિંગ કેમ્પ નેપાળના મેનેજિંગ ડિરેક્ટર વાંગચુ શેરપાએ જણાવ્યું કે ખરામ હવામાનનાં કારણે પર્વતારોહકોનું આ દળ ૩૫૦૦ મીટરની ઉંચાઈ પર કેમ્પમાં રોકાયેલું હતું. બરફના તોફાન બાદ હિમસ્ખલનમાં આ કેમ્પ નષ્ટ થઈ ગયો. તેમને માઉન્ટ ગુરજાની ચોટી પર પહોંચવા માટે લગભગ ૩૭૦૦ મીટરનું ચઢાણ કરવાનું બાકી હતું. શબોને લાવવા માટે શનિવાર સવારે એક રેસ્કીયું હેલિકોપ્ટર ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યું છે.
મળતી જાણકારી મુજબ, દળના ટીમ લીડર કિમ ચાંગ-હો દક્ષિણ કોરિયાના પહેલા પર્વતારોહી હતા જેઓએ કોઈ વધારાના ઓકિસજન સિલેન્ડર ૮૦૦૦ મીટરથી ઉંચા શિખર પાર કર્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





