અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ ૧ કરોડ આપશે

0
6

લખનઉ,તા.૧૫
ગુજરાતમાં ઉત્તર પ્રદેશ અને બિહારના લોકો સાથે મારપીટ કરી તેમને ભગાવવાના મામલે ચર્ચામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું માથું કાપી લાવનારને એક કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત મહારાની પદ્માવતી યૂથ બ્રિગેડ નામના સંગઠને કરી છે. આ સંગઠને એક કરોડ રૂપિયાનું ઈનામ આપવાના પોસ્ટર ઉત્તર પ્રદેશના બહરાઇચ જિલ્લામાં સાર્વજનિક સ્થાનો ઉપર લગાવ્યા છે.
પોતાને બ્રિગેડનો રાષ્ટ્રીય અધ્યક્ષ ગણાવનાર ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોર અને તેના સાથી રાક્ષસી પ્રકૃતિના છે જે દબાયેલા ગરીબ મજુરો સાથે મારપીટ કરીને કાયરતા બતાવી રહ્યા છે. આ લોકો દેશ તોડવાનું કામ કરે છે અને તેમના વિરોધમાં બધાયે એકસાથે આવવું જાઈએ.
ભવાની ઠાકુરે કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરના માથા પર એક કરોડ રૂપિયાનું ઇનામ રાખ્યું છે અને ઘણા સ્થાનોએ તેના પોસ્ટરો લગાવ્યા છે. જા અલ્પેશ ગુજરાતની બહાર નહીં નિકળે તો લોકો ગુજરાત જઈને તેનું માથું કાપી લાવશે.
આ દરમિયાન પોલીસે બધા સ્થળોએથી આવા પોસ્ટર હટાવી અશાંતી ફેલાવનાર અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. અપર પોલીસ અધિક્ષક અજય પ્રતાપ સિંહે જણાવ્યું હતું કે બહરાઇચમાં આવા પોસ્ટર લાગ્યા હોવાની વાત સોશિયલ મીડિયા પર આવી રહી છે, જેને ગંભીરતાથી લેવામાં આવી છે. અસામાજીક અને ઉપદ્રવી તત્વોને અશાંતિ ફેલાવવાથી રોકવા અમે કટિબદ્ધ છીએ. સમાજમાં ભાગલા ન પડે તે માટે બધા સ્થાનેથી આવા પોસ્ટર હટાવવા માટે કહ્યું છે. સાથે પોસ્ટર લગાવનારને રોકીને તેમની પુછપરછ કરવાનો નિર્દેશ આપ્યો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY