પ્લાસ્ટિકનો કચરો ઉત્પન્ન કરવામાં કોક-પેપ્સી અને નેસ્લે સૌથી મોખરે

0
8

લંડન,તા.૨૨
પર્યાવરણ સંગઠન ગ્રીનપીસના તાજેતરના એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં પ્લાસ્ટિકનો સૌથી વધુ કચરો ફેલાવતી કંપનીઓમાં સોફ્ટ ડ્રિન્ક કંપની કોકાકોલા, પેપ્સિકો અને નેસ્લેનો સમાવેશ થાય છે. પ્લાસ્ટિકમુક્ત વિશ્વના આંદોલન હેઠળ ગ્રીનપીસે જણાવ્યું કે વિશ્વના ૪ર દેશોમાં તેમણે પ્લાસ્ટિકને ખતમ કરવા માટે ર૩૯ અભિયાન હાથ ધર્યાં છે.
આ માટે હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં તેમની પાસે પ્લાસ્ટિકના કચરાના ૧.૮૭ લાખ ટુકડા જમા થયા છે. આ સર્વેક્ષણનો હેતુ કોર્પોરેટ જગત પ્લાસ્ટિકનો કચરો ફેલાવવામાં કેટલો ફાળો આપે છે તે જાણવાનો હતો. વિશ્વની સૌથી મોટી સોફ્ટ ડ્રિન્ક કંપની કોકાકોલા હકીકતમાં તો સૌથી મોટી કચરા ઉત્પાદક કંપની છે.
બ્રેક ફ્રી ફ્રોમ પ્લાસ્ટિક અભિયાનના વૈશ્વિક સંયોજક વોન હરનાંડેજે જણાવ્યું હતું કે કોક બ્રાન્ડનું પ્લાસ્ટિક ૪રમાંથી ૪૦ દેશોમાં મળી આવ્યું હતું. આ બ્રાન્ડ પર અભ્યાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે કોર્પોરેટ ક્ષેત્ર વિશ્વમાં પ્લાસ્ટિકનું પ્રદૂષણ ફેલાવવામાં સૌથી વધુ જવાબદાર છે.
તેમણે જણાવ્યું કે સામાન્યરૂપે સૌથી વધુ મળતો પ્લાસ્ટિક કચરો પોલીસ્ટાયરીન છે, તેનો સૌથી વધુ ઉપયોગ પેકિંગ અને ફોમ કોફી કપમાં થાય છે. આ સર્વેક્ષણ બાદ કોક કંપનીના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું છે કે મહાસાગરના કચરાને ખતમ કરવાના ગ્રીનપીસના લક્ષ્યને પૂર્ણ કરવામાં કોક કંપની પણ પૂરી મદદ કરશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY