મુંબઈ,તા.૨૬
મી ટૂ અભિયાન હેઠળ યૌન શોષણના અનેક કિસ્સા સામે આવ્યાં છે. બોલીવુડમાં ઘણી મહિલા કલાકારોએ પોતાની આપવીતી જણાવી છે. તેવામાં હવે ટીવી શા ‘દિલ સે દિલ તક’ ફેમ જસ્મીન ભસીને પણ પોતાની આપવીતી જણાવી છે.
જાસ્મીને જણાવ્યું કે, જ્યારે હું મુંબઇ આવી હતી ત્યારે હું અલગ અલગ આૅડિશન્સ અને મીટીંગ્સ માટે જતી હતી. આ દરમિયાન મારી એજન્સીએ મને એક મીટીંગ વિશે જાણ કરી. એજન્સીએ જણાવ્યું કે એક ડાયરેક્ટર છે જે એક ફિલ્મ બનાવવા માંગે છે. તારે તેમને મળીને આૅડિશન્સ આપવા જાઇએ.
જાસ્મીને કહ્યું કે, હું આૅડિશન આપવા માટે ગઇ. ડાયરેક્ટરની આૅફિસ વર્સોવામાં હતી. અમારી વાતચીત શરૂ થઇ તો મને થોડી અસહજતાં થઇ. તેમણે શરૂઆતમાં મને પૂછ્યું કે તુ એક્ટ્રેસ બનવા માટે કઇ હદ સુધી જઇ શકે છે. શું કરી શકે છે. આવી વાતોમાં જ તેમણે મને કહ્યું કે હું તને બિકીનીમાં જાવા માગુ છું. શું તુ મને કપડા ઉતારીને બતાવીશ. ત્યારે મને સમજાઇ ગયું કે કંઇક ગરબડ છે. મે તેમને કહ્યું કે રોલમાં તો એવી કોઇ ડિમાન્ડ નથી. તેથી મને નથી લાગતું કે કોઇ યુવતી સાથે વાત કરવાની આ યોગ્ય રીત છે.
ડાયરેક્ટરે મને કહ્યું કે હું એમ જ તારુ બાડી લુક્સ જાવા માગુ છુ. તે સમયે મે સ્માર્ટલી કામ લીધું. મે વિચારી લીધુ હતું કે હું આ પરિસ્થિતીમાંથી ભાગી ન શકું. મે તેમને કહ્યું કે જે પ્રમાણે તમે ઇચ્છો છો તે પ્રમાણે આૅડિશન આપવા માટે હું તૈયાર નથી, આપણે ફરી કિયારેક મળીશું એટલું કહીને હું ત્યાથી નીકળી ગઇ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



