સિંહણે બળદનો શિકાર કર્યાનો લાઇવ વીડિયો થયો વાયરલ

0
14

અમરેલી,તા.૨૯
ધારીનાં આંબરડી નજીક એક સિંહણે બળદનો શિકાર કર્યાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી પ્રમાણે આંબરડી પુલ નજીક વહેલી સવારે એક સિંહણ આવી ચડી હતી. ત્યારે તેણે મારણ કર્યું હતું.
સોમવારે સવારે આંબરડી પુલ નજીક એક સિંહણ નજીકમાં પસાર થઈ રહેલા બળદ પર તૂટી પડી હતી. સિંહણને મારણ કરતી જાઈને રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ થંભી ગયા હતા. લોકોએ સિંહનું લાઇવ મારણ જાયું હતું. આ અંગોની વીડિયો પણ લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. નજર સામે જ સિંહણ શિકાર કરતી હોય તેવા દ્રશ્યો જાઈને બેઘડી લોકોના ધબકારા વધી ગયા હતા તો લોકોએ લાઇવ મારણ જાયાનો આનંદ પણ લીધો હતો.
આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. વીડિયોમાં જાઈ શકાય છે કે શિકાર સ્થળે મોટી સંખ્યામાં લોકો હાજર છે. લોકો સિંહણને ભગાડવા માટે હાંકડા અને પડકારા પણ કરી રહ્યા છે. જાકે, સિંહણ પોતાના શિકારને છોડતી નથી.
ગીરના જંગલમાં ચાલતા ગેરકાયદે લાયન શોનો એક વીડિયો તાજેતરમાં જ વાયરલ થયો હતો. આ વીડિયોમાં એક વ્યકિત ખુરશી પર બેસીને એક સિંહણને મરઘીની લાલચ આપીને પજવણી રહ્યો છે. વ્યકિત વારેવારે સિંહણ તરફ મરઘીને ફેંકીને તેની લાળ ટપકાવી રહ્યો છે. આ દરમિયાન અહીં બીજા લોકો પણ હાજર હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY