J&K ને વિશેષ રાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદન પર એપ્રીલમાં સુનાવણી કરશે સુપ્રિમ

0
10

ન્યુ દિલ્હી,તા.૧૭
જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાવાળા અનુચ્છેદ પર એપ્રિલમાં સુનાવણી હાથ ધરવામાં આવશે. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સરકાર તરફથી કરવામાં આવેલી દલીલને માન્ય રાખીને સુનાવણી પાછળ ધકેલવામાં આવી છે.
સરકારે દલીલ કરી હતી કે, રાજ્યમાં વર્તમાન રાજકીય પરિસ્થિતિ યોગ્ય ન હોવાથી તેમજ જમ્મુ કશ્મીરમાં પંચાયતની ચૂંટણી ચાલી રહી હોવાથી સુનાવણી પાછળ ઠેલવવામાં આવે. કોંર્ટે સુનાવણી પાછળ ધકેલવાની સાથે જણાવ્યું હતું કે, ધારા ૩૭૦ની માન્યતા અંગે એપ્રિલમાં સુનાવણી કરવામાં આવશે.
આ સાથે જ ધારા ૩૫છની માન્યતાને પડકારતી અરજીને પણ આ કેસ સાથે જાડી સંલગ્ન કરી શકાય છે. સુપ્રીમ કોર્ટના જણાવ્યા પ્રમાણે ધારા ૩૭૦ અને ૩૫છ અંગેની સુનાવણી સાથે ચાલી શકશે. ધારા ૩૭૦ કાયમી છે કે અસ્થાયી તે અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવશે.
અનુચ્છેદ ૩૫છથી કશ્મીરને વિશેષ અધિકાર મળે છે. જેને ૧૪ મે ૧૯૫૪ના રોજ તત્કાલીન રાષ્ટ્રપતિ ડા. રાજેન્દ્ર પ્રસાદે મંજુરી આપી હતી. જે મુજબ સ્થાયી નાગરિકની વ્યાખ્યા રાજ્ય પોતાની રીતે જ બનાવી શકે છે. શરણાર્થીઓથી લઇને અન્ય નાગરિકોને સુવિધા આપવાની સત્તા રાજ્ય પાસે હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY