ભોપાલ,તા.૧૭
મધ્ય પ્રદેશની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. બીજેપીએ પોતાના ચૂંટણી ઢંઢેરાને ‘દ્દષ્ટિપત્ર’ નામ આપ્યું છે. આજે ભોપાલમાં નાણામંત્રી અરૂણ જેટલી અને કેન્દ્રિય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની હાજરીમાં બીજેપીએ ‘દ્દષ્ટિપત્ર’ જાહેર કર્યું હતું.
મધ્યપ્રદેશમાં ચોથી વખત સત્તામાં પાછા આવવાની કોશિશ કરી રહેલી બીજેપીએ જનતા માટે અનેક વાયદાઓ કર્યા છે. રાજ્ય સરકારે યુવાઓને નોકરી આપવા માટે દર વર્ષે ૧૦ લાખ રોજગાર પૈદા કરવાનો વાયદો કર્યો છે. સીએમે યુવા ઉદ્યમિયોને સ્ટાર્ટઅપની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. સીએમ શિવરાજે સિંહ ચૌહાણે કહ્યું કે, રાજ્યમાં નવા ઈન્ડસ્ટ્રીયલ ટાઉનશિપ સ્થાપિત કરવામાં આવશે. તેના સિવાય વેપારી કલ્યાણ કોષની સ્થાપના કરવાનો પણ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
સીએમે વધુમાં કહ્યું કે, જા ભાજપની સરકાર ફરીથી રાજ્યમાં બનશે તો બારમા ધોરણમાં ૭૫ ટકાથી વધારે માર્ક્સ લાવનાર છોકરીઓને તેમની સરકાર સ્કૂટી આપશે. મહિલાઓ સાથે જાડાયેલા મુદ્દાઓ ઉપર ભાર મૂકતા સીએમે કહ્યું કે, અમારી સરકારે મહિલાઓને અશકિતકરણમાં કોઇ કસર છોડી નથી. આ વખતે સરકારે નારી શકિત સંકલ્પ પત્ર રજૂ કર્યું છે જેમાં મહિલા સશકિતકરણ માટે સ્વંય સહાયતા જૂથોની પસંદગી કરવામાં આવશે. તેના સિવાય તેજસ્વિની દ્વારા સ્વરોજગારને અભિયાન બનાવવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





