પાકિસ્તાનને વધુ એક ઝટકોઃ ખર્ચ વસૂલવા ભારત કરશે કેસ

0
7

દુબઈ,તા.૨૨
ભારત વિરૂદ્ધ પાકિસ્તાનનાં વળતરના દાવાને ફગાવ્યા બાદ પીસીબી (પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ)થી કેસનો ખર્ચ વસૂલવા માટે આઇસીસીની વિવાદ નિવારણ સમિતિ સમક્ષ કેસ દાખલ કરશે. આઇસીસીની વિવાદ નિવારણ સમિતિએ મંગળવારે ભારત વિરૂદ્ધ પાકિસ્તાનના દાવાને ફગાવી દીધો હતો. પીસીબીએ બીસીસીઆઇ પર દ્વિપક્ષિય સિરીઝ પર એમઓયૂનું સન્માન નહી કરવાનો આરોપ લગાવ્યો હતો.
બીસીસીઆઇએ એક નિવેદનમાં જણાવ્યું,’દુબઇમાં ત્રણ દિવસ સુધી બંન્ને પક્ષોના સાક્ષ્ય અને નિવેદન પર સુનાવણી બાદ, વિવાદ નિવારણ સમિતિએ પીસીબીના તમામ દાવોઓને ફગાવી દીધા અને બીસીસીઆઇના પક્ષનો સ્વીકાર કર્યો, જે આ આધાર પર હતો કે, બીસીસીઆઇનો પત્ર બંધનકર્તા નહતો અને તેમા માત્ર રમવાની ઇચ્છા વ્યક્ત કરવામાં આવી હતીય.’
નિવેદન અનુસાર,’બીસીસીઆઇ દિલથી વિવાદ નિવારણ સમિતિના નિર્ણયનું સ્વાગત કરે છે. બીસીસીઆઇ હવે પીસીબીથી કેસનો ખર્ચ વસૂલવા માટે વિવાદ નિવારણ પેનલની શરણે જશે’.
પીસીબીએ આ નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી અને કહ્યે કે, નિર્ણયને વાંચ્યા બાદ તેઓ પોતાના વિકલ્પો પર વિચાર કરશે. પીસીબીએ પોતાના નિવેદનમાં જણાવ્યું,’પીસીબી વિવાદ નિવારણ સમિતિના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરે છે.’ આઇસીસીએ પીસીબીના વળતરના દાવા પર વિચાર કરવા માટે ત્રણ સભ્યોની વિવાદ નિવારણ સમિતિની રચના કરી હતી.આ મામલાની સુનાવણી ત્રણ ઓક્ટોબર સુધી આઇસીસીના મુખ્યાલયમાં થઇ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY