બર્થડે પર દીપિકાએ ફેન્સ માટે વેબસાઇટ લોન્ચ કરી

0
25

મુંબઈ,તા.૫
બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ ૫ જાન્યુઆરીનાં રોજ પોતાનો ૩૩મો જન્મદિવસ ઉજવી રહી છે. બર્થડે પર તેને અઢળક શુભકામનાઓ મળી રહી છે. ફિલ્મ ‘આૅમ શાંતિ આૅમ’થી તેણે પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત કરી હતી. દીપિકાની અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. દીપિકાની ફેન ફાલોઇંગ ઘણી જ લાંબી છે. ઉલ્લેખનીય છે કે દીપિકા પોતાના બર્થડે પર તેના ફેન્સને એક ખાસ ભેટ આપી છે. દીપિકાએ આ ખાસ દિવસે પોતાની વેબસાઇટ લાન્ચ કરી છે.
પોતાની વેબસાઈટ લાન્ચ કરતા પહેલા દીપિકાએ સોશિયલ મીડિયા પર લખ્યું હતુ કે, ‘જલ્દી કંઇક રસપ્રદ સામે આવવાનું છે. તમારા બધા સાથે શેર કરવાની રાહ નથી જાઈ શકતી. ઘણો બધો પ્રેમ.’ દીપિકાની આ પાસ્ટથી દર્શકોને ઇંતઝાર હતો કે બર્થડે પર દીપિકાની સરપ્રાઇઝ ખઈ હશે? પહેલા લાગતુ હતુ કે દીપિકા પોતાની નવી ફિલ્મની જાહેરાત કરી શકે છે. જા કે આખરે દીપિકાએ પોતાની આ સરપ્રાઇઝ જાહેર કરી છે.
દીપિકાએ પોતાની વેબસાઇટ તો ફેન્સ માટે લાન્ચ કરી, પરંતુ વેબસાઇટની લિંક પર કિલક કરતા જાઈ શકાય છે કે તે વેબસાઈટ ખુલી નથી રહી. વેબસાઇટ ના ખુલવાનું કારણ સામે આવ્યું નથી, પરંતુ બની શકે છે કે વધારે ટ્રાફિકનાં આવું થયું હોય.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY